ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદઃ જાણો કેવી હોય છે પ્લાઝ્માં ડોનરની પ્રક્રિયા અને કોણ બની શકે છે પ્લાઝ્માં ડોનર - Donor in Plasma

કોરોના વાઇરસની મહામારી વચ્ચે હજુ સુધી કોરોનાની વેક્ષીન કે દવા શોધી શકાઈ નથી, ત્યારે અમદાવાદમાં પ્લાઝ્મા ડોનરનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે જેમાં કોરોના પોઝિટિવના દર્દીને અન્ય વ્યક્તિના પ્લાઝ્મા આપીને પ્રક્રિયા કરાય છે.

અમદાવાદઃ જાણો કેવી હોય છે પ્લાઝ્માં ડોનરની પ્રક્રિયા અને કોણ બની શકે છે પ્લાઝ્માં ડોનર
અમદાવાદઃ જાણો કેવી હોય છે પ્લાઝ્માં ડોનરની પ્રક્રિયા અને કોણ બની શકે છે પ્લાઝ્માં ડોનર

By

Published : Apr 26, 2020, 8:31 PM IST

અમદાવાદઃ કોરોના વાઇરસની મહામારી વચ્ચે હજુ સુધી કોરોનાની વેક્ષીન કે દવા શોધી શકાઈ નથી, ત્યારે અમદાવાદમાં પ્લાઝ્મા ડોનરનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે જેમાં કોરોના પોઝિટિવના દર્દીને અન્ય વ્યક્તિના પ્લાઝ્મા આપીને પ્રક્રિયા કરાય છે.

અમદાવાદઃ જાણો કેવી હોય છે પ્લાઝ્માં ડોનરની પ્રક્રિયા અને કોણ બની શકે છે પ્લાઝ્માં ડોનર

પ્લાઝ્મા ડોનર ભારતમાં પ્રથમ વાર કરવામાં આવ્યું છે. ત્યારે શહેરમાં રેડ ક્રોસ સોસાયટીની મદદથી SVP હોસ્પિટલમાં પ્લાઝ્મા ડોનેશન કરવામાં આવ્યું હતું. પ્લાઝ્મા ડોનેશનની પ્રક્રિયામાં પ્લાઝ્મા ફોરેસિસ કરવામાં આવે છે જેમાં ડોનરના શરીરમાંથી પ્લાઝ્મા લેવામાં આવે છે જે ડોનરના રક્તમાં હોય છે અને તે બાદ રક્ત અને પ્લેટલેટ ડોનરને પરત આપવામાં આવે છે. ડોનરમાંથી 500 ML જેટલું રક્ત લઈ તેને પ્રિઝવ કરવામાં આવે છે અને તે બાદ દર્દીના રક્તમાં પ્લાઝમા મુકવામાં આવે છે. પ્લાઝ્મા ડોનેશન માત્ર તે વ્યક્તિ જ કરી શકે છે જેને કોરોના પોઝિટિવ હોય અને સફળ સારવાર બાદ સાજા થયા હોય. તેમજ ડોનરની ઉંમર 18 વર્ષથી 60 વર્ષ સુધી હોવી જોઈએ અને વજન 55 કીલોથી વધુ હોવું જરૂરી છે. અનેક દર્દીઓ પર પ્લાઝ્મા ડોનેશનની પ્રક્રિયા કર્યા બાદ જ પરિણામ અંગે જાણી શકાય છે.

ABOUT THE AUTHOR

...view details