- શહેરમાં ઘટતું કોરોનાનું સંક્રમણ, માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ઘટાડો
- શહેરમાં પાંચ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન
- શહેરમાં નવા પાંચ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન
અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો હતો. જો કે શહેરમાં હવે કોરોના નબળો પડ્યો હોય તેવું લાગી રહ્યું છે છેલ્લા ત્રણ દિવસથી કોરોનના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.
ક્યા વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન
શહેરમાં હાલ કુલ 177 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી છે. ત્યારે ચાંદલોડિયામાં વંદેમાતરમ, માધવ રેસિડેન્સી, ઘોડાસરમાં પવિત્રનગર સોસાયટી, ન્યૂ મંગલમ સોસાયટી તથા ઈસનપુરમાં ચંદ્રિકા પાર્ક સોસાયટીના કુલ 67 મકાનોના 278 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યાં છે.મહત્વનું છે કે શહેરના 31 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જેમાં ઈસનપુર, ઈન્દ્રપુરી, પાલડી, રાણિપ, શાહિબાગ, લાંભા, મણીનગર, વટવા, ઓઢવ અને રામોલના વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે. હવે શહેરમાં 177 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં છે.
શહેરમાં ઘટતું કોરોનાનું સંક્રમણ, માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ઘટાડો આ પણ વાંચો : મણીપુરા શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયમાં 15 બેડનું નિ:શુલ્ક આઈસોલેશન સેન્ટર શરૂ કરાયું
સતત બીજા દિવસે જિલ્લામાં 5 હજારથી વધુ ડિસ્ચાર્જ નોંધાયા
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે, ત્યારે 5 હજારથી ઓછા કેસ શહેર અને જિલ્લામાં નોંધાયા છે. તો સતત બીજા દિવસે શહેર અને જિલ્લામાં 5 હજારથી વધુ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. છેલ્લા 24 કલાકમાં 3744 નવા કેસ સામે આવ્યા છે અને 5220 દર્દી સાજા થયા છે. જ્યારે 17ના મોત થયા છે. તો કન્ટેન્ટ મેન્ટ ઝોનમાં AMCનું હેલ્થ ડિપાર્ટમેન્ટ આવતીકાલે 8 મે-થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરવામાં આવશે.