ગુજરાત

gujarat

ETV Bharat / city

Ahmedabad Cyber Crime : યુવતીઓના ફેક આઈડી બનાવી કપટ કરી ન્યૂડ ફોટા વાઇરલ કરતા આરોપી ઝડપાયા - ન્યૂડ વિડિયો કોલ

સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફેક આઈડી (Fake ID on social media account) બનાવી ફોટોનો દુરુપયોગ કરી યુવતીઓને ફસાવતા આરોપી પકડાયા (Accused arrested for fake IDs in the name of girls on Instagram) છે. અમદાવાદ સાયબર ક્રાઈમ સેલે (Ahmedabad Cyber Crime) આવા બે આરોપીની ધકપકડ કરી છે.

Ahmedabad Cyber Crime : યુવતીઓના ફેક આઈડી બનાવી કપટ કરી ન્યૂડ ફોટા વાઇરલ કરતા આરોપી ઝડપાયા
Ahmedabad Cyber Crime : યુવતીઓના ફેક આઈડી બનાવી કપટ કરી ન્યૂડ ફોટા વાઇરલ કરતા આરોપી ઝડપાયા

By

Published : Jul 8, 2022, 4:45 PM IST

Updated : Jul 8, 2022, 4:51 PM IST

અમદાવાદ- અમદાવાદમાં સાયબર ક્રાઇમ (Ahmedabad Cyber Crime) વધી રહ્યો છે ત્યારે ઈન્સ્ટાગ્રામ પર યુવતીઓ સાથે મિત્રતા કેળવી યુવતીના ન્યૂડ ફોટોને સોશિયલ મીડિયા પર વાયરલ કરતાં બે આરોપીઓની અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ ( Accused arrested for fake IDs in the name of girls on Instagram) કરી છે. પોલીસે પકડેલા આરોપીઓના નામ વિજય થાપા અને અભય રામચંદ્ર કપૂર છે. બંને આરોપીઓ અમદાવાદના ખોખરા અને અમરાઈવાડી વિસ્તારના રહેવાસી છે.

બંને આરોપીઓ અમદાવાદના ખોખરા અને અમરાઈવાડી વિસ્તારના રહેવાસી

આ પણ વાંચોઃ સીમ રિપ્લેસ કરી બેન્ક એકાઉન્ટમાંથી લાખો રૂપિયાની ઉઠાંતરી કરતા નાયઝીરિયન ગેંગના શખ્સની ધરપકડ

આરોપીઓ કોણ છે -આરોપી વિજય છેલ્લા પાંચ વર્ષથી વેરહાઉસની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જ્યારે આરોપી અભય કપૂર ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરે છે. આરોપી અભય કપૂર યુવતીનું ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Fake ID on social media account)બનાવી યુવતીના ફોટો મૂકી અન્ય યુવતીઓ સાથે બિભત્સ ચેટ કરતો હતો.

યુવતીને ન્યૂડ વિડિયો કોલ કરવાનું કહેવાતું હતું

ન્યૂડ વિડિયો કોલ કરવાનું કહેતો -જ્યારે આરોપી વિજય ફરિયાદી યુવતીને ન્યૂડ વિડિયો કોલ કરવાનું કહેતો અને જો ન કરે તો યુવતીના અંગત ફોટો વાયરલ કરવાની ધમકી આપ્યો હતો. જોકે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં (Ahmedabad Cyber Crime) ગુનો નોંધાતા ન્યૂડ ફોટા વાઇરલ કરતા આરોપીને ઝડપી પાડ્યા છે.

આ પણ વાંચોઃ Cyber Crime Prevention : સાયબર ક્રાઈમથી બચવા શું ધ્યાન રાખશો, એક્સપર્ટ આપી રહ્યા છે ટિપ્સ

યુવતીને બદનામ કરવા માટે કૃત્ય-પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી વિજય સાથે યુવતીએ ન્યૂડ વિડિયો કોલ કરવાની ના પાડતા યુવતીને બદનામ કરવા માટે આવું કૃત્ય કર્યું હતું. જ્યારે આરોપી અભય કપૂરે તો યુવતીએ મિત્રતા આગળ વધારવાની ના પાડતા યુવતીની જાણ બહાર યુવતીના ફોટો અને નામવાળું ફેક એકાઉન્ટ (Fake ID on social media account)બનાવી અન્ય યુવતીઓ સાથે બિભત્સ ચેટ કરી યુવતીને બદનામ કરવાનું કૃત્ય (Ahmedabad Cyber Crime)રચ્યું હતું. સાયબર ક્રાઈમની ટીમે બંને આરોપીઓની ધરપકડ કરી યુવતીઓની વધુ બદનામી થતી અટકાવી છે અને બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

Last Updated : Jul 8, 2022, 4:51 PM IST

ABOUT THE AUTHOR

...view details