અમદાવાદ: અમદાવાદમાં કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. તંત્ર દ્વારા સંપૂર્ણ પ્રભાવિત વિસ્તારોને સેનેટાઈઝ કરવા ઉપરાંત માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. અને કોરોનાને કાબુમાં લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લૉક ડાઉનને 3 મે સુધી લંબાવ્યું છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું વારંવાર કહેવામાં આવે છે, પણ આજે અમદાવાદમાં કરફ્યૂ મુક્તિ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગની લીરેલીરા ઉડ્યાં હતાં.
કરફ્યૂગ્રસ્ત કાલુપુરમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યાં, મહિલાઓએ ટોળે વળી ખરીદી કરી - સોશિઅલ ડિસ્ટન્સિંગ
કર્ફ્યુમાં બપોરે બે થી ચાર વાગ્યા વચ્ચે માત્ર મહિલાઓને જીવન જરૂરિયાત વસ્તુઓની ખરીદી કરવાની છૂટ આપવામાં આવેલી છે. જોકે કાલુપુર વિસ્તારમાં આ સમયે ટાવર પાસે મહિલાઓના ટોળેટોળાં જોવા મળ્યાં હતાં. તેમ જ સોશિયલ ડિસ્ટન્સસિંગનું પણ કોઈ ધ્યાન રાખવામાં આવ્યું ન હતું.
અમદાવાદના સિટી વિસ્તાર અને દાણીલીમડામાં 15 એપ્રિલને સવારે 6 વાગ્યાથી કરફ્યૂ લાદી દીધો છે. તે કરફ્યૂ 21 એપ્રિલ સુધીનો રહેશે. આ કરફ્યૂ દરમિયાન બપોરે 1થી 4 મહિલાઓને જીવન જરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે કરફ્યૂ મુક્તિ આપી છે. માત્ર મહિલાઓને જ કરફ્યૂ મુક્તિ છે. પણ કાલુપુર વિસ્તારમાં ટાવર પાસે મહિલાઓના ટોળા જોવા મળ્યા હતા. આ મહિલાઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું કોઈ જ પાલન કરવામાં આવ્યું ન હતું અને એક સાથે ટોળાવળીને શાકભાજી અને અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓની લારીઓ ઉપર તેમજ અન્ય ખરીદી કરતા ટોળે વળેલા જોવા મળ્યાં હતાં.
આવી રીતે સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવામાં નહીં આવે તો આવનાર સમયમાં કોરોના મહામારીનો કોપ કેટલી હદે માનવજીવનને નુકસાન કરી શકે છે, તેની ગંભીરતા આ મહિલાઓને નથી. ટીવી પર, સોશિયલ મીડિયામાં કેટલી બધી જાહેરાત આવે છે. તેમ છતાં કોરોનાનો કોઈને ડર જ ન હોય તે રીતે વર્તન થઈ રહ્યું છે. સેલ્ફ ડિસીપ્લીન ખૂજ જરૂરી છે, તો જ આપણે કોરોનાને જંગમાં હરાવી શકીશું.