ગુજરાત

gujarat

ETV Bharat / city

પતિના મોત બાદ સસરાની કરોડોની મિલકત હડપવાનું ષડયંત્ર, પત્નીએ બોગસ ડોક્યૂમેન્ટ બનાવડાવ્યાં - અમદાવાદ ક્રાઈમ કેસ

અમદાવાદના આંબલીમાં પતિના મોત બાદ પતિની મિલકત સહિત સાસરીયાઓની મિલકતો હડપી લેવા Conspiracy to grab property, માટે એક યુવતીએ તમામ હદો વટાવી હતી. પુત્રવધુએ કૌભાંડી જમીન દલાલ સાથે મળી આ કાવતરું રચ્યું હતું. તેણે ખોટા ડોક્યુમેન્ટ Bogus document of land, ના આધારે સાસરિયાની કરોડોની મિલકત પચાવી પાડવાનો પ્રયાસ Ahmedabad Crime case, કર્યો તે વિશે વધુ જાણો.

પતિના મોત બાદ સસરાની કરોડોની મિલકત હડપવાનું ષડયંત્ર, પત્નીએ બોગસ ડોક્યૂમેન્ટ બનાવડાવ્યાં
પતિના મોત બાદ સસરાની કરોડોની મિલકત હડપવાનું ષડયંત્ર, પત્નીએ બોગસ ડોક્યૂમેન્ટ બનાવડાવ્યાં

By

Published : Aug 22, 2022, 10:15 PM IST

અમદાવાદઅમદાવાદના આંબલી વિસ્તારમાં રહેતી યુવતીએ પતિના મોત બાદ પતિની મિલકત સહિત સાસરીયાઓની મિલકતોમાં ભાગ મેળવવા માટે મોટું ષડયંત્ર Conspiracy to grab property, રચ્યું હતું.પુત્રવધુએ પિતા અને ભાઇ તથા નામચીન અને કૌભાંડી જમીન દલાલ સાથે મળી આ કાવતરું રચતા ફરિયાદ Ahmedabad Crime case, નોંધાઇ હતી. જેમાં યુવતીએ પોતાના ભાઈ પિતા અને જમીનનું કામ કરતા વ્યક્તિ સાથે મળીને ખોટા ડોક્યુમેન્ટના આધારે કરોડો રૂપિયાની સાસરિયાની મિલકત Bogus document of land, પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો.

સરખેજ પોલીસે આ ગુનામાં સામેલ ચારેય આરોપીઓને ઝડપીને જેલ હવાલે કરવા તજવીજ તેજ કરી

તમામ મિલકત હડપી લેવા તરકટફોટામાં દેખાતી આ યુવતીનું નામ છે બીના પટેલ અને તેની સાથે દેખાતો વ્યક્તિ તેનો પતિ ચિંતન પટેલ.અમદાવાદના આંબલી વિસ્તારમાં પતિ અને સાસરીયાઓ સાથે પહેલા રહેતી બીના પટેલે પતિ ચિંતનના મૃત્યુ બાદ તરકટ Conspiracy to grab property,રચીને ન માત્ર પતિના ભાગની મિલકત, પરંતુ સસરાની માલિકીની મિલકતમાં પણ પોતે વારસદાર હોય તેવું દર્શાવીને કરોડો રૂપિયાની મિલકત પચાવી પાડવાનો પ્રયાસ કર્યો છે.

આરોપી યુવતીની તેના પતિ સાથેની તસવીર

હાર્ટ એટેક આવતા મૃત્યુ પામ્યો હતો પતિઆ સમગ્ર મામલે મૃતક ચિંતન પટેલના મોટાભાઈ અમરીશ પટેલે સરખેજ પોલીસ સ્ટેશનમાં Ahmedabad Crime case, બીના પટેલ, મિતેશ પટેલ, રમેશ પટેલ સહિત ઉમંગ પાલુદરિયા નામના તલાટી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.ફરિયાદી અમરીશ પટેલના નાના ભાઈ ચિંતન પટેલને બે વર્ષ પહેલા કોરોના કાળમાં હાર્ટ એટેક આવતા મૃત્યુ પામ્યા હતા, જેના થોડા સમય બાદથી જ તેની પત્ની બીના પટેલે પોતાના ભાઈ મિતેષ પટેલ અને હિંમત પટેલ સાથે મળીને પતિની મિલકત મેળવવા માટે અવારનવાર માંગ કરી અને અંતે મોટું કાવતરું Conspiracy to grab property, રચી નાખ્યું હતું.

આ પણ વાંચો રાજવી પરિવાર મિલકત વિવાદ, માંધાતાસિંહે ભત્રીજાની વાતને પાયાવિહોણી ગણાવી

અંદાજે 30 કરોડ રૂપિયાની વેલ્યુ ધરાવતી સંપત્તિ મહત્વનું છે કે આરોપી બીના પટેલના સસરા જગદીશ પટેલે દીકરાના મોત બાદ દીકરાની ભાગની અંદાજે 30 કરોડ રૂપિયાની વેલ્યુ ધરાવતી સંપત્તિ પુત્રવધુ અને તેની દીકરીઓના નામે કરી નાખી હતી. જોકે છતાં પણ પુત્રવધુ બીના પટેલે જમીનનું કામ કરતા કુખ્યાત અને પોલીસ તથા રાજકારણીઓ અને મોટા માથા સાથે ધરોબો રાખનાર રમેશ મેશિયા સાથે મળીને આંબલીની તલાટી કચેરીમાં સસરા જગદીશ પટેલ મૃત્યુ પામ્યા હોય તેવું દર્શાવી પોતાના પતિ ચિંતન પટેલના મૃત્યુનું સર્ટિફિકેટ રજૂ કરી અને જગદીશ પટેલની માલિકીની તમામ મિલકતોમાં પોતે અને તેની બે દીકરીઓની વારસદાર તરીકે એન્ટ્રી કરાવી નાખી હતી.

આ પણ વાંચો મિલકત માટે પિતા પુત્રએ પત્નીનું બનાવ્યું નકલી પ્રમાણપત્ર

જમીનના બોગસ ડોક્યુમેન્ટફરિયાદી અમરીશ પટેલે ઓનલાઇન પિતાની માલિકીનો સાતબારનો ઉતારો Bogus document of land ચેક કરાવ્યો હતો. તેમાં આ સમગ્ર બાબત ખુલતા તપાસ કરતા બીનાએ પોતાના મળતીયાઓ સાથે મળીને મિલકત પચાવી પાડવા માટે આ ગુનાહિત કૃત્યને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું.જેથી સરખેજ પોલીસ સ્ટેશનમાં Ahmedabad Crime case, ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડી મહત્વનું છે કે આ ઘટનામાં સરખેજ પોલીસે અલગ અલગ દિશામાં તપાસ કરી આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડી છે. જોકે સરખેજ પોલીસ સ્ટેશનમાં અમરિશ પટેલે બે મહિના પહેલા કરેલી અરજીને ધ્યાને રાખીને બીના પટેલે પણ ઘરેલુ હિંસાની ફરિયાદ મહિલા પોલીસ મથકે નોંધાવી હતી. ત્યારે હાલ તો સરખેજ પોલીસે આ ગુનામાં સામેલ ચારેય આરોપીઓને ઝડપીને જેલ હવાલે કરવા તજવીજ તેજ કરી છે. હાલ તો આ મૃતક ચિંતનના પરિવારજનો પોલીસ Ahmedabad Crime case, પાસે ન્યાયની આશા રાખીને બેઠા છે. ત્યારે કેટલા સમયમાં યોગ્ય રીતે પોલીસ ન્યાય અપાવી શકે છે એ જોવાનું રહેશે.

ABOUT THE AUTHOR

...view details