- વીમો ઉતરાવ્યો છતાં ઇન્સ્યોરન્સ કંપનીએ ક્લેમ નામંજૂર કર્યો
- Ahmedabad consumer court judgements ગ્રાહક તરફી ચુકાદો આપ્યો
- તમામ રકમ 7 ટકાના વ્યાજ સાથે ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ
અમદાવાદઃ અમદાવાદના વિનોદભાઈ પંચાલે બેંકમાં લોન લેવા નોની સિક્યોરિટી માટે તેમણે 17 લાખ રૂપિયાનો વીમો મે 2019માં ઉતરાવ્યો હતો. નવેમ્બર 2019 માં તેમને કમળો થતાં એક મહિના બાદ તેમનું અવસાન થયું. આ સામે વિનોદભાઈના પિતાએ ક્લેમ માટે ઇન્સ્યોરન્સ કંપની સમક્ષ અરજી કરતા કંપનીએ વિનોદભાઈને વીમો લેતા પહેલાંથી જ કમળો હોવાનું જણાવી ક્લેમ નામંજૂર (Insurance Company Denies Claim) કર્યો.
શું કહે છે એડવોકેટ હેમકલાબેન શાહ?
કોર્ટમાં ફરિયાદીનો પક્ષ મૂકનારા એડવોકેટ હેમકલાબેન શાહે ETV ભારતને જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિને પોલીસી લેતા પહેલા અગાઉથી બિમારી હતી કે કેમ તે સાબિત કરવાની જવાબદારી જે તે વીમા કંપનીની હોય છે. પરંતુ વિનોદભાઈને વીમો લેતા પહેલાં કમળો હતો તેવુ ઇન્શ્યોરન્સ કંપની કોર્ટમાં સાબિત ન કરી શકી. વધુમાં વિનોદભાઈને તેમના અવસાનના દોઢ મહિના પહેલાં જ કમળો થયો હતો તેમ છતાં ક્લેમ નામંજૂર (Insurance Company Denies Claim)કરી દેવામાં આવ્યો હતો. આ કેસમાં ગ્રાહક કોર્ટે ફરિયાદી તરફે ચુકાદો (Ahmedabad consumer court judgements) આપી ઈન્સ્યોરન્સ કંપનીને આદેશ કર્યો હતો કે 17 લાખ રૂપિયા ફરિયાદીને 7 ટકાના વ્યાજ સાથે ચૂકવી આપવા.