ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં સ્કૂલ ફી માફીની માગ સાથે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, પોલીસે કાર્યકર્તાઓની કરી અટકાયત - કોંગ્રેસ વિરોધ

હાલના સંજોગોમાં કેટલીક શાળાઓ તરફથી વાલીઓ પાસેથી માગવા મુદ્દે કોંગ્રેસ કાર્યકરો તરફથી વસ્ત્રાપુર બહુમાળી ભવન પાસે વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે આ દરમિયાન કોંગ્રેસી કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સસિંગના ધજાગરા ઉડાડ્યાં હતાં.

અમદાવાદઃ સ્કૂલ ફી માફીની માગ સાથે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, પોલીસે કાર્યકર્તાઓની કરી અટકાયત
અમદાવાદઃ સ્કૂલ ફી માફીની માગ સાથે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, પોલીસે કાર્યકર્તાઓની કરી અટકાયત

By

Published : Jun 16, 2020, 3:48 PM IST

અમદાવાદઃ અમદાવાદના વસ્ત્રાપુરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા ફી માફીને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચે તે પહેલાં જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓ આવતાં જ મોટાભાગના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી લીધી હતી.

અમદાવાદઃ સ્કૂલ ફી માફીની માગ સાથે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, પોલીસે કાર્યકર્તાઓની કરી અટકાયત
લગભગ 10થી વધારે કાર્યકર્તાઓને અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ ઈમરાન ખેડાવાલા સહિત પાંચ કાર્યકર્તાઓને આવેદનપત્ર આપવા માટે મંજૂરી આપવામાં આવી હતી. કોંગ્રેસે તેમના કાર્યકર્તાઓની કરવામાં આવેલી અટકાયતનો પણ વિરોધ કર્યો હતો.
અમદાવાદઃ સ્કૂલ ફી માફીની માગ સાથે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, પોલીસે કાર્યકર્તાઓની કરી અટકાયત
આ દરમિયાન ચોંકાવનારી બાબતો એવી છે કે, હાલના સમયમાં જ્યારે કોરોનાનો કેર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ ખૂબજ જ મહત્ત્વનું બની જાય છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ કરવાની લ્હાયમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાનું જ ભૂલી ગયાં હતાં.

ABOUT THE AUTHOR

...view details