ગુજરાત

gujarat

3 મહિનાનું લાઈટબીલ માફ કરવા અમદાવાદ શહેર કોંગ્રેસની ટોરેન્ટ પાવરને રજૂઆત

By

Published : Jun 2, 2020, 10:34 PM IST

અમદાવાદમાં શહેર કોંગ્રેસ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગનું 3 મહિનાનું લાઈટબીલ માફ કરવા નારણપુરા ટોરેન્ટ પાવર ખાતે જનરલ મેનેજરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

અમદાવાદ
અમદાવાદ

અમદાવાદ: શહેર કોંગ્રેસ દ્વારા લોકડાઉન દરમિયાન અનેક પરિવારોની પરિસ્થિતિ ખૂબ જ કઠીન બની છે. ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા લાઈટબીલ માફ કરવા અંગે નારણપુરા ટોરેન્ટ પાવર ખાતે રજૂઆત કરવામાં આવી છે.

આ રજૂઆતમાં માંગણી કરવામાં આવી છે કે, ગરીબ અને મધ્યમ વર્ગનું 3 મહિનાનું લાઈટબીલ માફ કરવા અને જે લોકોનાં ધંધા, રોજગાર, નોકરી બંધ છે તેવા લોકોના ઘર, દુકાન-કારખાનાના લાઈટબીલ માફી માટે જનરલ મેનેજરને આવેદન પત્ર અપાયું હતું.

અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા પાઠવાયું

નારણપુરા ટોરેન્ટ પાવર ખાતે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશીકાંત પટેલ, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શૈખ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગનું 3 મહિનાનું લાઈટબીલ માફ કરવા અને જે લોકોનાં ધંધા, રોજગાર, નોકરી બંધ છે તેવા લોકોના ઘર, દુકાન-કારખાનાના લાઈટબીલ માફી માટે જનરલ મેનેજરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

હાલ ગુજરાતમાં કોરોના વાઇરસની મહામારીના કારણે લોકોના ધંધા-રોજગાર ઠપ્પ જોવા મળી રહ્યા છે. જો કે, ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે હવે સરકારે ઘણા એવા વિસ્તારોમાં છુટછાટ આપી દીધી છે.

ખાસ કરીને માઈક્રો કન્ટેનનમેન્ટ ઝોન જાહેર કરતા હવે શહેરના કોટ વિસ્તાર પણ ખુલ્યો છે. ત્યારે બે મહિનાથી બેરોજગરીના કારણે અનેક લોકો ઘરનું ભાડું અને લાઈલ બિલ ભરવા સક્ષમ નથી. જેથી આ પ્રકારના ગરીબ લોકોના લાઈટબીલ માફ થાય તે માટે અલગ-અલગ લોકો કામ કરી રહ્યા છે.

બીજી તરફ કોંગ્રેના ધારાસભ્ય અને નેતા પણ ટોરેન્ટ પાવરની ઓફિસે જઈને આવેદન પત્ર આપ્યું હતું. ગરીબ અને મધ્યમ વર્ગ જેઓના ધંધો, રોજગાર બંધ છે તેમના ઘર દુકાનના લાઈટબીલ માફ કરવામાં આવે. આ આવેદન પત્ર આપવા ગ્યાસુદ્દીન, ઈમરાન ખેડવાલા, શશીકાંત પટેલ નારણપુરા ટોરેન્ટને પાવરની કચેરીએ પહોંચ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details