અમદાવાદ:કોરોના વાઇરસને લઇને ગૃહ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, વિદેશથી આવતા વ્યક્તિઓએ 14 દિવસ સુધી કોરેન્ટાઇમમાં રહેવાનું થશે. નિયમનો ભંગ કરનારા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવશે. અમદાવાદમાં વિદેશથી આવેલા એક નાગરિકે સરકારી આદેશનું ઉલ્લંઘન કરતા તેના વિરુધ ફરિયાદ નોંધવામાં આવી છે.
અમદાવાદ: વિદેશથી આવેલા નાગરિકે કોરેન્ટાઇમમાં રહેવાને બદલે મનાવી બર્થડે પાર્ટી, ફરિયાદ નોંધાઈ
કોરોના વાઇરસને લઇને ગૃહ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, વિદેશથી આવતા વ્યક્તિઓએ 14 દિવસ સુધી કોરેન્ટાઇમમાં રહેવાનું થશે. નિયમનો ભંગ કરનારા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવશે. અમદાવાદમાં વિદેશથી આવેલા એક નાગરિકે સરકારી આદેશનું ઉલ્લંઘન કરતા તેના વિરુધ ફરિયાદ નોંધવામાં આવી છે.
વિદેશી આવેલા નાગરીકે બર્થડે પાર્ટી મનાવી
શહેરમાં એક યુવક ઓમાન મસ્તકથી અમદાવાદમાં આવ્યો હતો અને 14 દિવસ સુધી કોરેન્ટાઇમમાં રહેવાના બદલે યુવક બર્થડે પાર્ટી મનાવતો હતો. કોર્પોરેશન દ્વારા જ્યારે આરોપીને તપાસવા જતા આરોપી બર્થડે પાર્ટી મનાવતો જોવા મળ્યો હતો. જેથી કોર્પોરેશન દ્વારા યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમજ મણિનગર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.