ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદના નાગરિકને રાજ્યમાં પરત આવવા માટે RTPCR ટેસ્ટની જરૂરિયાત નહીં - ગુજરાત કોરોના અપડેટ

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોના મહામારી વધી ગઈ છે ત્યારે કોરોનાના વધતા કેસને અટકાવવા અને કોરોનાના કેસને નિયંત્રણમાં લાવવા માટે કોર્પોરેશન દ્વારા અનેક પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદની જનતાને એક રાહત આપવામાં આવી છે. રાજ્યમાંથી બહાર ગયેલા અમદાવાદના નાગરિકોને પરત આવવા માટે RTPCR ટેસ્ટ કરાવવાની જરૂરિયાત નથી.

અમદાવાદના નાગરિકને રાજ્યમાં પરત આવવા માટે RTPCR ટેસ્ટની જરૂરિયાત નહીં
અમદાવાદના નાગરિકને રાજ્યમાં પરત આવવા માટે RTPCR ટેસ્ટની જરૂરિયાત નહીં

By

Published : Apr 6, 2021, 7:46 PM IST

  • અમદાવાદ આવતા નાગરિકોને રાહત
  • RTPCR ટેસ્ટ કરાવવાની જરૂરિયાત નહીવત
  • અમદાવાદમાં રહેતા હોવાનું ID પ્રુફ આપવું જરૂરી

આ પણ વાંચોઃ ફાયર વિભાગમાં 6 ઓફિસર સહિત 11 કોરોના પોઝિટિવ

અમદાવાદઃ જિલ્લામાં વધતા જતા કરવાના કેસમાં સંખ્યામાં લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન, કોરોના ટેસ્ટિંગ અને સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. આ સ્થિતિ વચ્ચે પણ અમદાવાદની જનતાને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને ગુજરાતમાંથી બીજા રાજ્યમાં પહેલાં રાજય બહાર ગયેલા અમદાવાદના નાગરિકને પરત ફરતી વખતે RTPCR ટેસ્ટ કરાવવાની જરૂરિયાત નથી રહેતી. અમદાવાદમાં રહેતા હોવાનું ID પ્રુફ બતાવી અમદાવાદ શહેરમાં પ્રવેશ મેળવી શકે છે.

આ પણ વાંચોઃ અમદાવાદની IIMમાં કોરોના વિસ્ફોટ, વધું 23 કેસ નોંધાયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિર્ણય

હાલ ગુજરાત રાજ્ય માટે અન્ય રાજ્યોમાં જતા અથવા તો અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પરત આવતા પ્રવાસીઓએ RTPCR ટેસ્ટ કરાવવો ફરજિયાત છે અને જો તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો તો જ તેને અમદાવાદ અને ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સરકાર સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લીધો છે કે, અમદાવાદના રહેવાસી અને અન્ય રાજ્યમાંથી પરત આવતી વખતે RTPCR ટેસ્ટ કરાવવાની કોઈપણ પ્રકારની જરૂરિયાત રહેશે નહીં અને તેનો આજ મંગળવારથી જ અમલ કરી દેવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details