- રેમડેસીવીરની જેમ હવે ઇન્ફોટેરિસીન બીની પણ કાળા બજારી
- ટેલીગ્રામ પર જાહેરાત મૂકીને છેતરતા હતા ગ્રાહકોને
- પોલીસે 2 આરોપીની ધરપકડ કરી
અમદાવાદ: રાજ્યમાં કોરોના મહામારી (Corona epidemic) બાદ મ્યુકરમાઇકોસીસ (Mukarmycosis)ની મહામારી જાહેર કરવામાં આવી છે. તેની સારવાર માટેના ઈન્જેક્શનની પણ કાળાબજારી સામે આવી છે. જેમાં રેમેડેસીવીર (Remedicivir), ઇન્ફોટેરિસીન બી ના ઇન્જેકસનનની જાહેરાત ટેલિગ્રામ પર જાહેરાત મૂકીને કાળાબજારમાં ઈન્જેકશન વેચવાનું કૌભાંડ ઝડપાયું છે.
ડમી ગ્રાહક બની આરોપીની ધરપકડ
જાહેરાતના આધારે LCBએ ડમી ગ્રાહક બનીને વાત કરતા 35 હજારમાં 2 ઈન્જેકશન આપવા માટે આરોપીઓ આવતા પોલીસે તેને હાથીજન પાસેથી ઝડપી લીધા હતા. જેમાં જૈનમ મહેશ શાહ, બલવાન જનક ગુર્જર હોવાનું જણાયું હતું. આ બંને પાસેથી પોલીસે 2 ઈન્જેક્શનો કબજે કરી પૂછપરછ કરી હતી. આ બંને અસારવા સિવિલમાં નોકરી કરતા હર્ષદ પરમાર પાસેથી આ ઈન્જેક્શનો વેચવા માટે લાવતા હોવાની કબૂલાત કરતા પોલીસે હર્ષદ પરમારની શોધખોળ શરૂ કરી છે.
આ પણ વાંચો : જૂનાગઢના કેશોદમાં રેમડેસીવીર ઈન્જેકશનની કાળા બજારી