અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અરવિંદભાઈ જાનીને ACBએ 1 લાખ 30 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યા હતા. ફરિયાદીના ઇન્ક્રીમેન્ટના પુરવણી બિલ તેમજ સાતમા પગાર પંચના 4 લાખ 30 હજાર બિલ બનાવવા માટે થઈ આરોપીએ 1 લાખ ૩૦ હજારની લાંચની માંગણી કરી. જેમાં ફરિયાદીને લાંચની રકમ ના આપવી હોવાથી જે અંગે ફરિયાદીએ એસીબીનો ટોલ ફ્રી નંબર પર ફોન કરી લાંચ નહીં આપવાનું કહેતા એસીબીએ આરોપીને અમદાવાદના લાલદરવાજા પાસે લકી હોટલની અંદર છટકું ગોઠવી રૂપિયા 1 લાખ 30 હજારની લાંચ લેતા સિનિયર ક્લાર્ક અરવિંદભાઈ જાનીને રંગેહાથે ઝડપી પાડ્યા હતા.
ACBની લાંચિયાઓ સામે લાલ આંખ, સિનિયર ક્લાર્ક 1.30 લાખની લાંચ લેતા ઝડપાયા
અમદાવાદઃ સરકારી બાબુઓ હવે લાંચ લેતા કોઈની સ્નેહ શરમ ન રાખતા હોય તેમ એક પછી એક ACBના છટકામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં અધિકારીની ACBએ 1 લાખ 3૦ હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યા હતા. આરોપી અરવિંદ જાનીએ ફરિયાદીના સાતમા પગાર પંચના બિલો માટે થઈ 1 લાખ 30 હજારની લાંચ માંગી હતી ત્યારે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ડી.પી.ચુડાસમાં,ACB
જો કે સિનિયર ક્લાર્કમાં ફરજ બજાવતા આરોપી અરવિંદભાઈ જાનીએ અગાઉ પર કોઈપણ કામગીરી માટે લાંચની રકમ માંગી છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. જેમાં એસીબી દ્વારા ક્લાર્કના ઘરે સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી છે. લાંચ લેનાર ક્લાર્કની તો હાલ એસીબી દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. આ સિવાય અગાઉ ક્યારે લાંચ માંગવામાં આવી છે કે નહિ તેના પર પૂછપરછ કરવામાં આવી રહી છે.