મહિલા ક્રાઈમના PSI વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ, 35 લાખ પડાવવાનો મામલો - અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ
અમદાવાદના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PSI શ્વેતા જાડેજા વિરુદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં 35 લાખ પડાવવા બદલ ફરિયાદ નોંધાઇ છે.
મહિલા ક્રાઈમના PSI વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ, 35 લાખ પડાવવાનો મામલો
અમદાવાદઃ ફરિયાદીએ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનના PSI શ્વેતા જાડેજા વિરુદ્ધ અરજી કરી હતી જેમાં થોડા મહિના અગાઉ કોઈ કેસ બાબતે મહિલા PSI એ 35 લાખ પડાવ્યાં હોવાનો આરોપ લગાવ્યો હતો જે મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતાં આરોપમાં તથ્ય હોવાનું જણાતા PSI વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.