અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે મુંબઇથી અમદાવાદ આવતી ટ્રાવેલ્સમાંથી એમડી ડ્રગ્સ પકડી પાડ્યું છે. સાથે જ ૪ શખ્સોની ધરપકડ પણ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ મઝહર હુસેન તેજબવાલા અને ઇમ્તિયાઝ હુસેન એમ બે તથા અન્ય બે આરોપીની ધરપકડ કરી છે. ડ્રગ્સની કિંમત 1.46 કરોડ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. આ ચારેય આરોપીઓને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મુંબઈથી આવેલ 1.46 કરોડના એમડી ડ્રગ્સના જથ્થા સાથે 4 આરોપી ઝબ્બે - એમડી ડ્રગ્સના જથ્થા સાથે 4 આરોપી ઝબ્બે
અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચે ફરી એકવાર એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો છે. ક્રાઇમ બ્રાન્ચે 1.4 કિલો એમડી ડ્રગ્સ સાથે 4 આરોપીઓની ધરપકડ કરી છે. ખમાસા વિસ્તારમાં રહેતા પિતા-પુત્ર મુંબઈ અને ગોવાથી ડ્રગ્સ મંગાવીને અહીં વેચાણ કરતા હતાં. આ સમગ્ર મામલે કુલ 7 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે હજુ ત્રણ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.
આરોપી મઝહરના ઘરે તેના પુત્ર સહઝાદને પકડવા સર્ચ કર્યું હતું. પરંતુ, સહઝાદ મળી આવ્યો ન હતો. સર્ચ દરમિયાન પોલીસને એક પીસ્ટલ અને 3 જીવતા કારતુસ મળી આવ્યા હતાં. આ ઉપરાંત 44 લાખ અને 9 લાખ તેમ અલગ અલગ રોકડ રકમ પણ મળી આવી હતી. મુંબઈથી અમદાવાદ લઇ આવવામાં આવેલું ડ્રગ્સ કોને પહોંચાડવાનું હતું અને મુંબઈથી ડ્રગ્સ મોકલનાર વ્યક્તિ કોણ છે તે અંગે હાલમાં તપાસ ચાલી રહી છે.
આ કેસમાં પકડાયેલ આરોપી પોલીસનો બાતમીદાર અને કોઈ અખબારનો તંત્રી હોવાનો પણ સામે આવ્યું છે. પોતાનો જ કારોબાર વધારવા પોલીસને અન્ય લોકોની બાતમી આપતો હતો અને પ્રેસના તંત્રી તરીકે રહેતો જેથી કોઈને શંકા નહોતી જતી. આ સમગ્ર મામલે અન્ય 3 આરોપીની પોલીસ શોધખોળ કરી રહી છે.