'ધ બેઅર્સ ઓફ કેમચાટકા, રશિયા'નુ કનોરિયા સેન્ટર ફોર આર્ટસ ગેલેરીમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સેપ્ટ કેમ્પસ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ તસ્વીરો અમદાવાદનાં પ્રણય પટેલ પોતાના કેમેરામાં કેદ કરી છે.
ફોટોગ્રાફી એક્ઝિબિશન 'ધ બેઅર્સ ઓફ કેમચાટકા, રશિયા'નુ ઉદ્ઘાટન કનોરિયા આર્ટ ગેલેરીમાં ફોટોગ્રાફી એક્ઝિબિશન 'ધ બેઅર્સ ઓફ કેમચાટકા, રશિયા'નુ ઉદ્ઘાટન કનોરિયા આર્ટ ગેલેરીમાં ફોટોગ્રાફી એક્ઝિબિશન 'ધ બેઅર્સ ઓફ કેમચાટકા, રશિયા'નુ ઉદ્ઘાટન એક્ઝિબિશન વિશે વધારે વાત કરતાં પ્રણય પટેલે જણાવ્યું હતું કે, હું છેલ્લા દસ વર્ષથી વા ઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી કરું છું. મેં 40થી વધારે દેશોમાં એક્ઝિબિશન કર્યું છે. આ વખતે મારે કંઈ નવું કરવું હતું, જેથી મેં રશિયાનો આ વિસ્તાર પસંદ કર્યો હતો. આ ચિત્રો મેં જુલાઈ 2018માં કેપ્ચર કરેલા છે. રશિયાનો આ એક એવો વિસ્તાર છે, જ્યાં હું અઠવાડિયા સુધી રહ્યો અને ફક્ત નૂડલ્સ અને વેજીટેબલ સૂપ પીને મેં ફોટોગ્રાફી કરી હતી.
કનોરિયા આર્ટ ગેલેરીમાં ફોટોગ્રાફી એક્ઝિબિશન 'ધ બેઅર્સ ઓફ કેમચાટકા, રશિયા'નુ ઉદ્ઘાટન વધુમાં તેણે ઉમેર્યું કે, રશિયાના આ પ્રદેશમાં સૌથી વધારે ફ્રેન્ચ જોવા મળતાં હોવાનું સ્થાનિકો જણાવે છે. રશિયાનો કેમચાટકા પૃથ્વી પર સૌથી વધુ જ્વાળામુખી ધરાવતો વિસ્તાર છે. આ પૂર્વીય પ્રદેશ બ્રાઉન બેઅર્સ માટે જાણીતો છે. જુલાઇ માસ દરમિયાન ધસમસતી નદીમાં સૅલ્મોન ફિશ ઈંડા મૂકવા આવે છે. ત્યારે આ સમયે મોટા પ્રમાણમાં રીંછ તેમનો શિકાર કરવા આવે છે. તે સમયે મેં આ ફોટોગ્રાફ્સ કેમેરામાં લીધા છે.
કનોરિયા આર્ટ ગેલેરીમાં ફોટોગ્રાફી એક્ઝિબિશન 'ધ બેઅર્સ ઓફ કેમચાટકા, રશિયા'નુ ઉદ્ઘાટન આ એક્ઝિબિશન 15 ડિસેમ્બર 2019 સુધી સવારે 11થી સાંજે 7 વાગ્યા સુધી લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.