અમદાવાદઃ નવા કૃષિ બિલમાં ખેડૂતો મલ્ટીનેશનલ કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ કરી શકશે, ત્યારે અમદાવાદના સાંસદોએ આ બિલ પર પ્રકાશ પાડતાં કહ્યું હતું કે, ખેડૂતો પોતાની માતૃભાષામાં કરાર કરી શકશે અને ગમે ત્યારે કરારનો યોગ્ય રીતે ભંગ કરીને તેમાંથી નીકળી શકશે.
હસમુખ પટેલે જણાવ્યું કે, ખેડૂતો માટે આ બિલમાં કશું ફરજિયાત નથી, કરાર બાદ પણ તે પોતાની ઉપજ બીજે વેંચી શકશે. આ માટે ખેડૂતે ફક્ત દવા અને બિયારણનો ખર્ચ જે-તે કંપનીને આપવાનો રહેશે.
કૃષિ બિલ ખેડૂતો માટે ફરજીયાત નથી વધુમાં સાંસદે જણાવ્યું કે, આ બિલના લીધે જ મિનિમમ સપોર્ટ પ્રાઇઝમાં વધારો થશે. જેથી ખરીદદારો વધતા પાછળથી જો કોઈ પણ કોઈ ખેડૂતોનો માલ બજારમાં આવે તો તેને પણ યોગ્ય ભાવ મળશે. આ કાયદો વૈકલ્પિક છે, તેથી અત્યારની સુવિધામાં વધારો છે. આ કાયદાથી 86 ટકા નાના અને સિમાંત ખેડૂતોને ફાયદો થશે.
આ કાયદાથી ખેતીમાં ક્રાંતિ આવશે. રાજ્યના APMC કાયદાને આ કાયદાની અસર થશે નહીં, તે માટે રાજ્ય સરકાર સુધારો કરવો કે નહીં તે નિર્ણય જાતે કરશે.