અમદાવાદઃ AMC સ્કૂલ બોર્ડની ગંભીર બેદરકારી સામે આવી છે. કોરોના સંક્રમણ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને પુસ્તક આપવા માટે બોલાવ્યાં હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદમાં મ્યુનિ.સંચાલીત સ્કૂલની બેદરકારી આવી સામે, કોંગ્રેસ પક્ષે સરકાર પર કર્યા પ્રહાર કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, તેને અટકાવવા માટે સરકાર અથાગ પ્રયત્નો કરી રહી છે. વારંવાર આ બાબતે જાગૃતિ લાવવા માટે જાહેરાતો કરવામાં આવે છે. ત્યાં સુધી કે સંક્રમણ કરનારા લોકો સામે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ટીમ દ્વારા દંડ પણ વસૂલ કરવામાં આવે છે.
કોરોના મહામારી વચ્ચે શહેરનાં ગુલબાઇ ટેકરા સ્થિત મ્યુનિ. સ્કૂલની બેદરકારી સામે આવી છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભેગા કરીને પરીક્ષા લેવામાં આવી હોવાની વાતે ભારે ચકચાર જગાવ્યો છે. આ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તપાસ શરૂ કરાઇ છે. મનપા સ્કૂલ બોર્ડ દ્વારા આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.
સ્કૂલ બોર્ડના ચેરમેન ધીરેન્દ્રસિંહ તોમરે ETV ભારત સાથે વાતચીત દરમિયાન નિવેદન આપતા જણાવ્યું કે આચાર્ય પ્રીતિ પાડેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આચાર્ય પ્રીતિ પાંડે દ્વારા સરકારના નિયમો તોડવામાં આવ્યા છે.
જો કે, બંધ બારણે વિદ્યાર્થીઓને પુસ્તકો આપવામાં આવતા અનેક સવાલો પેદા થયા છે. કારણ કે એક સમયે ગુલબાઈ ટેકરામાં વધુ કેસો હતા અને આ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન પણ જાહેર કરવામાં આવ્યો હતો. તેવામાં આ રીતે બાળકોને ભેગા કરવામાં આવે અને તેઓ કોરોનાનો સંક્રમિત થાય તો જવાબદાર કોણ? જેવી અનેક બાબતે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.