ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદની મસ્જિદોમાં અઢી મહિના બાદ મુસ્લિમ સમાજના લોકોએ નમાઝ અદા કરી - નમાઝ

કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ 8 જૂનથી અમદાવાદમાં આવેલા મોટાભાગના ધાર્મિક સ્થળ નિયમોના આધીન ખુલ્લા મૂકવામાં આવ્યા છે, જેના ભાગરૂપે અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં આવેલી દરગાહમાં પણ હવે સરકારના નિયમો મુજબ ઈબાદત શરૂ કરવામાં આવી છે.

અમદાવાદની મસ્જિદોમાં અઢી મહિના બાદ મુસ્લિમ સમાજના લોકોએ નમાઝ અદા કરી
અમદાવાદની મસ્જિદોમાં અઢી મહિના બાદ મુસ્લિમ સમાજના લોકોએ નમાઝ અદા કરી

By

Published : Jun 8, 2020, 7:25 PM IST

અમદાવાદઃ શહેરની સૌથી મોટી મસ્જિદ પૈકીની એક શાહઆલમ દરગાહ મસ્જિદ પણ ઈબાદત શરૂ કરાઇ છે, જોકે નમાઝ સિવાયના સમયમાં મસ્જિદને તાળું મારી દેવામાં આવે છે. ઈબાદત કરવા આવતા લોકોને નિયમોને અનુસરવાનું કડકપણે કહેવામાં આવ્યું છે.

અમદાવાદની મસ્જિદોમાં અઢી મહિના બાદ મુસ્લિમ સમાજના લોકોએ નમાઝ અદા કરી

નોંધનીય છે કે, અઢી મહિના બાદ નમાઝ મસ્જિદમાં લોકોએ અદા કરી છે. મસ્જિદ શરૂ કરતાં પહેલાં મોટાભાગની મસ્જિદોને સેનેટાઇઝ કરવામાં આવી હતી. મસ્જિદની અંદર મોટા બેનર પણ મુકવામાં આવ્યા છે, જેમાં સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન, માસ્ક અને સેનિટાઈઝર સહિતના નિયમો લખવામાં આવ્યા છે. સોમવારે બપોરે સોશિયલ ડિસ્ટનસિંગ સાથે ઝોહરની નમાઝ અદા કરવામાં આવી હતી. નોંધનીય છે કે, કોરોનાને લીધે ઈદના દિવસે પણ નમાઝ અદા કરવામાં આવી ન હતી.

ABOUT THE AUTHOR

...view details