અમદાવાદઃ 19 ફેબ્રુઆરી 2006એ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 અને 3 ની વચ્ચેના એસ.ટી.ડી અને પી.સી.ઓ ઉપર લશ્કર-એ-તૈયબાના આતંકીઓ દ્વારા કરવામાં આવેલ બ્લાસ્ટમાં લોકોને ગંભીર ઇજા પહોંચાડવામાં આવી હતી .આ બ્લાસ્ટમાં સરકારી માલમિલકતને પણ ભારે નુકસાન થયું હતું જે અંગે રેલવે પોલીસે ગુનો નોંધ્યો હતો. આ મામલે આતંકીઓની સંડોવણી હોવાથી ગુજરાતી એટીએસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી હતી.
2006માં કાલુપુર બ્લાસ્ટ બાદ આતંકીઓને બોર્ડર ક્રોસ કરાવનારો ઝડપાયો મોહમ્મદ અસલમ ઉર્ફર અસલમ જે મૂળ કાશ્મીરી છે તે તથા અન્ય સાગરીતો કે જે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધિત સંસ્થાના સક્રિય સભ્ય હતાં. જેમાં આ અસલમ લશ્કર-એ-તૈયબાના પાસેથી પૈસા મેળવી ગુજરાત અને મહારાષ્ટ્રના નવયુવાન મુસ્લિમ છોકરાઓને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં તથા પાકિસ્તાન ખાતે આતંકવાદી તાલીમ લેવા મોકલી આપ્યાં હતાં. આરોપી અબુ જુંડાલ તથા ઝુલ્ફીકાર ગુજરાતમાં ૨૦૦૨માં ગોધરાકાંડમાં મુસ્લિમ કોમના થયેલા નુકસાનનો બદલો લેવા માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાં આતંકવાદી કૃત્યને અંજામ આપવા કાવતરું ઘડી રહ્યાં હતા. 2006માં કાલુપુર બ્લાસ્ટ બાદ આતંકીઓને બોર્ડર ક્રોસ કરાવનારો ઝડપાયો જેના ભાગરૂપે અમદાવાદના કાલુપુર ખાતે બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આરોપી અબુ જુંડાલ અને ઝુલ્ફીકારે નેપાળથી લશ્કર-એ-તૈયબાનો સંપર્ક કરી RDX,AK47,હેન્ડ ગ્રેનેડ,કારતૂસ મંગાવ્યાં હતાં જે મુંબઇ પોલીસે ઝડપી પાડ્યાં હતાં. પકડાયેલા આરોપી અબ્દુલ રઝાક ગાઝીએ 19 ફેબ્રુઆરી 2006ના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે કર્ણાવતી એક્સપ્રેસમાં થયેલા બ્લાસ્ટના આરોપીઓને આશરો આપ્યો હતો. બ્લાસ્ટના મુખ્ય સૂત્રધાર અને લશ્કરે તૈયબાના મુખ્ય આતંકવાદી ઝુલ્ફીકાર તથા અબુ ઝુંડાલને બાંગ્લાદેશ બોર્ડર મારફતે પાકિસ્તાન ભાગી જવા માટે મદદ કરી હતી.ઉપરાંત ISIના કહેવાથી 2008માં બેંગ્લોર બ્લાસ્ટના આરોપીઓને પણ આશરો આપવા અને બોર્ડર ક્રોસ કરાવવામાં અબ્દુલ રઝાક ગાંઝીએ મદદ કરી હોવાની શંકા છે. આ સમગ્ર બોમ્બ બ્લાસ્ટ મામલે કુલ ૧૧ આરોપીઓની સંડોવણી હતી જેમાંથી 8ની અત્યાર સુધી ધરપકડ થઈ ચૂકી છે જ્યારે બાકીના ત્રણ કાશ્મીર ખાતે સેનાના હાથે એન્કાઉન્ટરમાં ઠાર મરાયાં છે.હાલ અબ્દુલ રઝાક ગાઝીની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તેમ અન્ય કયા કયા સંગઠન સાથે જોડાયેલો હતો અને કોની કોની મદદ કરી છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.