ગુજરાત

gujarat

ETV Bharat / city

98 ટકા જનતા દાગી વ્યકિતને સંસદ કે વિધાનસભામાં મોકલવા ઈચ્છતી નથીઃ ADR

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીની તારીખ નજીક આવી જતાં ગુજરાતમાં દરેક રાજકીય પક્ષો તરફથી પ્રચાર પુરજોશમાં શરૂ થયો છે. હાલ લોકોમાં રાજકીય માહોલ અને ચૂંટણી ચર્ચાનો વિષય બની રહી છે, ત્યારે મતદારોના મૂડને જાણવા માટે ADR દ્વારા તાજેતરમાં જ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં મતદાન કરતી વખતે મતદાર કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખે છે તેના પર સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. આવો જોઈએ આ ખાસ અહેવાલ...

સ્પોટ ફોટો

By

Published : Apr 13, 2019, 7:05 PM IST

આ સર્વે દરમિયાન રસપ્રદ આંકડાઓ બહાર આવ્યા હતા.83ટકા લોકોએ મત કોને આપવો તેને પોતાનો સ્વૈચ્છિક નિર્ણય ગણાવ્યો હતો. જ્યારે98ટકા વ્યક્તિઓ માને છે કે, ગુનાહિત ઈતિહાસ ધરાવતાં વ્યકિતને સંસદ કે વિધાનસભામાં બેસવા અધિકાર નથી.તાજેતરમાંADRદ્વારા ગુજરાતમાં13હજારથી વધુ લોકો પર સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં લોકો CM ઉમેદવાર,પાર્ટી,જાતિ,દારૂ કે પૈસા સહિતની કઈ વસ્તુને ધ્યાનમાં રાખીને મતદાન કરે છે, એના પર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

એ.ડી.આર સર્વે

તોઆવો નજર કરીએ ADR સર્વેના રસપ્રદ તારણો પર…

  • લોકસભાની ચૂંટણી નજીક આવતાં દરેક ગલી અને શેરીઓમાં ઉમેદવાર અને કાર્યકરો પ્રચાર કરી રહ્યાં છે, પરતું લોકો હવે જાગૃત થઈ ગયા છે અને ઉમેદવારને ધ્યાનમાં રાખીને મતદાન કરે છે. મતદાન કરતી વખતે14ટકા લોકો ઉમેદવારને અતિ-મહત્વપૂર્ણ માને છે, જ્યારે54ટકા મહત્વપૂર્ણ અને32ટકા લોકો ઉમેદવારને મહત્વપૂર્ણ માનતા નથી.
  • કોઈપણ ઉમેદવારની જીતવાની શક્યતા ત્યારે વધી જાય છે, જ્યારે એ કોઈ મોટારાજકીય દળ સાથે સંકળાયેલા હોય છે. મતદાન કરતી વખતે25ટકા લોકો પાર્ટીને અતિ-મહત્વપૂર્ણ માને છે, જ્યારે53ટકા મહત્વપૂર્ણ અને21ટકા લોકો પાર્ટીને મહત્વ આપતા નથી.
  • ચૂંટણી વખતે કોઈપણ પક્ષ ધર્મ અને જાતિના કાર્ડ રમે છે, પરતું શિક્ષણનું પ્રમાણ વધતા લોકો આ વિશે નકારાત્મક વલણ દાખવાતાં હોવાનું સામે આવ્યું છે. મતદાન કરતી વખતે54ટકા લોકો ધર્મ કે જાતિને મહત્વ આપતા નથી, જ્યારે24ટકા લોકો ધર્મ-જાતિને મહત્વપૂર્ણ અને22ટકા લોકો અતિ-મહત્વપૂર્ણ માને છે.
  • કોઈપણ રાજ્ય અને રાજનૈતિક દળના વિજય માટે CM ઉમેદવાર અતિ મહત્વપૂર્ણ હોય છે,કારણ કે લોકો ચહેરો જોઈને પણ મત આપતા હોય છે. CM ઉમેદવારના ચહેરાને39ટકા લોકોએ મતદાન કરતી વખતે અતિ-મહત્વપૂર્ણ જ્યારે42ટકા મહત્વપૂર્ણ અને19ટકા મહત્વપૂર્ણ માનતા નથી.
  • ચૂંટણી ટાણે વોટ ફોર કેશ (રોકડ) એટલે કે ઘણીવાર પૈસાની લાલચ આપી મતદાનની ઘટના પણ બનતી હોય છે. આવા પ્રકારના સવાલના જવાબમાં80ટકા લોકોએ ચૂંટણી સમયે અપાતા પૈસા,દારૂ કે ભેટની ઓફરને નકારી કાઢી હતી, જ્યારે14ટકા લોકોએ એને મહત્વપૂર્ણ અને6ટકા લોકોએ આ વસ્તુઓને અતિ-મહત્વપૂર્ણ માની હતી.
  • એડીઆરના સર્વેમાં64ટકા લોકોએ સ્વીકાર્યું કે મતદાન અથવા ચૂંટણી ટાણે પૈસા,ભેટ કે દારૂનું વિતરણ કરવું ગુનો ગેરકાયદેસર છે, જ્યારે36ટકા લોકો આ વિશે જાણતા ન હોવાનો દાવો કર્યો હતો.મત વિસ્તારમાં દારૂ,પૈસા કે ભેટના વિતરણ અંગે35ટકા લોકોએ આ વાતનો સ્વીકાર કર્યો કે આવું થાય છે. જ્યારે65ટકા લોકોએ આ પ્રકારનીકોઈ વસ્તુ થતી ન હોવાની વાત કરી હતી.
  • 38ટકા લોકોએ સ્વીકાર કર્યો કે, ઉમેદવાર ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોય પરતું જો એ કામ સારૂ કરે તો એને ચૂંટવો એ ખોટી બાબત નથી.

મહત્વનું છે કે, આ સર્વેમાં જેટલા61ટકા મતદાર ગ્રામિણ વિસ્તારમાંથી અને39ટકા શહેરી વિસ્તારમાંથી લેવામાં આવ્યા છે.જેમાં66ટકા પુરુષો અને34ટકા મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અહેવાલ- આકીબ છીપા, ETV BHARAT અમદાવાદ

ABOUT THE AUTHOR

...view details