ગુજરાત

gujarat

ETV Bharat / city

આરોપીએ PSI વિરુદ્ધ કર્યા આક્ષેપ, ઉચ્ચ અધિકારીઓ જોડાયા તપાસમાં - gujaratinews

અમદાવાદ: શહેરમાં શાંતિ વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ કાર્યરત છે. અમદાવાદના શાહપુરના PSI વિરુદ્ધ દાદાગીરી અને ખોટી રીતે માર માર્યાની રજૂઆત પોલીસ કમિશનરને કરવામાં આવી હતી. આ મામલો જ્યારે કોર્ટમાં પહોંચ્યો ત્યારે કોર્ટે તમામ આક્ષેપો સાંભળીને વધુ તપાસના આદેશ આપ્યા છે.

આરોપીએ PSI વિરુદ્ધ કર્યા આક્ષેપ

By

Published : May 10, 2019, 2:50 PM IST

અમદાવાદના શાહપુર વિસ્તારમાં એક મહિલાએ તેના પતિ વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં મહિલાએ આક્ષેપ કર્યો હતો કે, તેના જોઈન્ટ એકાઉન્ટ માંથી તેના પતિએ પૈસા લીધા હતા. સાથે દહેજ માગ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. પોલીસે તેના પતિની અટકાયત કરી હતી.

આરોપીએ PSI વિરુદ્ધ કર્યા આક્ષેપ

ત્યારબાદ તેના પતિએ ખાનપુર પોલીસ સ્ટેશન અને કમિશનરને ફરિયાદ કરી હતી કે જ્યારે તેની અટકાયત થઈ ત્યારે PSIએ તેને બેફામ ગાળો આપી અને માર માર્યાના આક્ષેપો કર્યા હતો. કોર્ટ માંથી જામીન મેળવ્યા બાદ તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સમગ્ર મામલે આરોપી પતિએ પત્ની અને PSI વિરુદ્ધ કોર્ટમાં રજૂઆત કરી કે તેને ખોટી રીતે ફસાવી બેફામ માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. પોલીસ વધુ તપાસના આદેશ આપ્યા છે. ઝોન 2 DCPએ જણાવ્યું હતું કે, આ તમામ આક્ષેપો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા છે. PSI દ્વારા આવી કોઈ ગેરવર્તણુક કરવામાં આવી નથી. અને આ મામલે તેઓ વધુ તપાસ કરી રહ્યા છે.

આ સમગ્ર મામલા માં ગુનેગાર કોને કઈ શકાઈ તે જોવાનું રહ્યું.આ વાતનો ખુલાસો મેડિકલ રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યા બાદ જ થશે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details