ગુજરાત

gujarat

ETV Bharat / city

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં કાઉન્સલર થયા એક્ટિવ, વટવા વોર્ડમાં વપરાયેલી ગ્રાન્ટનો આપ્યો હિસાબ - લાંભા વોર્ડ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા તમામ પક્ષના લોકો પોતાના ઉમેદવારો નક્કી કરતા હોય છે. ત્યારે હાલમાં જેમની ટર્મ પૂરી થઈ છે, તેવા કાઉન્સલર દ્વારા પોતાના પાંચ વર્ષની ગ્રાન્ટના વપરાશ અંગે ETV BHARATએ લાંભા વિસ્તારમાં કાઉન્સલર રાજુ ભરવાડનો સંપર્ક કર્યો હતો. તેમના દ્વારા કેટલાક કામો પૂર્ણ કરવામાં આવ્યા છે, તે અંગેની માહિતી આપી હતી.

વટવા વોર્ડ
વટવા વોર્ડ

By

Published : Jan 19, 2021, 8:03 PM IST

  • દસ વર્ષ પહેલાં લાંભાનો AMCમાં સમાવેશ કરાયો હતો
  • કાઉન્સલરને મળે છે વર્ષ દરમિયાન 22 લાખની ગ્રાન્ટ
  • ગ્રાન્ટ પાસ કરવા માટે ફક્ત કાઉન્સલરે કરવાની રહે છે સહીં

અમદાવાદ : કાઉન્સલરને જે પ્રકારે ધ્યાન આપવામાં આવે છે, તે ગ્રાન્ટની રકમ કોર્પોરેશનના ખાતામાં જ રહે છે અને ફક્ત કાઉન્સલર દ્વારા જે તે કામ મંજૂર કરવા માટેનો પત્ર લખવામાં આવે છે. જે બાદ કોર્પોરેશન રોજ તમામ કાઉન્સલર દ્વારા જે તે વિસ્તારમાં કામગીરી માટેની ગ્રાન્ટ પાસ થતી હોય છે.

લાંભા વોર્ડમાં કરવામાં આવ્યા છે વિકાસના કામ

લાંભા વોર્ડમાં થયેલા કામોની વાત કરવામાં આવે તો વિસ્તારમાં મોટા ભાગે ઝુંપડપટ્ટી વિસ્તારોમાં વધારે છે, ત્યારે આ તમામ વિસ્તારોમાં લોકોને પાણી, RCC રોડ સાથે જ ગટર લાઈન અને પાણીની સમસ્યા દૂર થાય તે માટે કાઉન્સલર દ્વારા પ્રયત્નો કરવામાં આવતા હોય છે.

AMCના વટવા વોર્ડની ગ્રાન્ટના ઉપયોગનો હિસાબ

ETV BHARAT સાથેની ચર્ચા દરમિયાન કાઉન્સલરે આપી ગ્રાન્ટ વાપરવા અંગેની માહિતી

લાંભા વિસ્તારમાં કોંગ્રેસની મહત્વતા વધારે છે, પરંતુ ગત ટર્મમાં ભાજપ દ્વારા થોડી સરસાઇના મતથી ભાજપના સીટ મળી હતી અને તેમાં કાઉન્સલર દ્વારા લાંભા વિસ્તારમાં કટર પર અને રોડની સમસ્યા દૂર થાય તે માટેનો તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, જરૂરિયાતવાળી વધારે વસ્તી હોવાના કારણે કાઉન્સલર પોતાના કાર્યો કરવા માટે ખૂબ જ વધારે મહેનત કરવી પડતી હોય છે.

સમયસર ઉપયોગમાં ન લેવામાં આવે તો ગ્રાન્ટ પરત ખેંચાય જાય છે

કાઉન્સલર્સ દ્વારા જો પોતાની ગ્રાન્ટનો ઉપયોગ યોગ્ય સમયે ન કરવામાં આવે તો તે ગ્રાન્ટ પરત થઈ જતી હોય છે. જેના કારણે તમામ કાઉન્સલર દ્વારા ગ્રાન્ટનો ચોક્કસ ઉપયોગ થાય તે માટે કાર્યો કરતા રહે છે. જોકે, હવે જોવાનુંએ રહ્યું કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ક્યા પક્ષને વધારે મત મળે છે અને કોની સત્તા અમદાવાદ શહેરમાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details