ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં વરસાદે તો ભારે કરી ક્યાંક તારાજી તો ક્યાંક નદી તળાવ છલકાયાં - અંબાજીમાં વરસાદી માહોલ

સમગ્ર રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ ફરી શરૂ થઈ ગયો છે. અમદાવાદમાં તો વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. તો હજી પણ આગામી ત્રણ દિવસ સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. Rain in all over Gujarat, Heavy Rain in Ahmedabad, Meteorological department rain forecast

રાજ્યમાં વરસાદે તો ભારે કરી ક્યાંક તારાજી તો ક્યાંક નદી તળાવ છલકાયાં
રાજ્યમાં વરસાદે તો ભારે કરી ક્યાંક તારાજી તો ક્યાંક નદી તળાવ છલકાયાં

By

Published : Aug 23, 2022, 12:12 PM IST

અમદાવાદ રાજ્યમાં ફરી એક વાર મેઘરાજા મહેરબાન (Rain in all over Gujarat) થયા છે. અમદાવાદમાં આજે વહેલી સવારથી જ ઝરમર ઝરમ વરસાદની શરૂઆત થઈ ગઈ (Heavy Rain in Ahmedabad) છે. તેના કારણે રાહદારીઓ અને ઓફિસે જતા કર્મચારીઓ હેરાન થયા હતા. તો આ તરફ હવામાન વિભાગે હજી (Meteorological department rain forecast) પણ ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે.

વડોદરાની સ્થિતિ વડોદરા શહેરમાં ઉપરવાસના ઓમકારેશ્વર અને ઈન્દિરાસાગર ડેમમાંથી (Omkareshwar and Indirasagar Dam) પાણી છોડાતા ડેમની સપાટીમાં વધારો થયો છે. સવારે 10 વાગ્યે ડેમના 23 દરવાજા 3.05 મીટર સુધી ખોલીને 5,00,000 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું. રિવર બેડ પાવર હાઉસમાંથી (River Bed Power House) 6 યુનિટનું સંચાલન કરીને 45,000 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું.

પાટણમાં ધોધમાર વરસાદ

પાટણમાં વરસાદની સ્થિતિપાટણ પંથકમાં મોડી રાતથી સવાર સુધી વરસાદી માહોલ જોવા (Heavy Rain in Patan) મળ્યો હતો. અહીં પણ સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પંથકમાં 3 કલાકમાં એક ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે સરસ્વતી તાલુકામાં પણ ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોભારે વરસાદના કારણે પાણી અંદર લોકો ઘર બહાર થયા

ખેડૂતોમાં નુકસાનની ભીતિ સરસ્વતી તાલુકામાં 2 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે પાટણમાં પોણા 2 ઈંચ વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી છે. તો કપાસ, બાજરી સહિતના પાક બગડવાની ભીતિ સેવાઈ રહી છે. અહીં પાટણનું નવું બસ સ્ટેન્ડ બેટમાં ફેરવાઈ ગયું છે. તેના કારણે પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં છેલ્લા 4 વર્ષથી દર ચોમાસામાં આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે.

ક્યાં કેટલો વરસાદ જૂઓ જિલ્લામાં સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન તાલુકા પ્રમાણે વરસાદના આંકડા પર નજર કરીએ તો, ચાણસ્મામાં 7 મિમી, પાટણ 45 મિમી, રાધમાં મિમી, સમીમાં 7 મિમી, સરસ્વતીમાં 60 મિમી, સંતલપુરમાં 9 મિમી, સિદ્ધપુરમાં 18 મિમી, હારીજમાં 5 મિમી વરસાદ પડ્યો છે.

આ પણ વાંચોપુરનું પાણી ઘેડ વિસ્તારમાં ફરી વળતા ગામલોકોએ રોષ વ્યક્ત કર્યો

સાબરકાંઠા જિલ્લાની સ્થિતિઅહીં પણ આજથી વરસાદનો ત્રીજો રાઉન્ડ (Third Round of Rain in Sabarkantha) શરૂ થઈ ગયો છે. તો ઈડરમાં 2 અને હિંમતનગરમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે અન્ય તમામ તાલુકાઓમાં સામાન્ય વરસાદ જોવા મળ્યો છે. આ રીતે જ વરસાદ યથાવત્ રહે તો જિલ્લાના તમામ જળાશયો છલકાઈ જશે. અત્યારે જિલ્લાના તમામ નદી, નાળા તેમ જ તળાવ પૂર્ણ કક્ષાએ ભરાઈ ગયા છે. જ્યારે હવામાન વિભાગે હજી પણ 2 દિવસ વરસાદની આગાહી કરી છે.

અંબાજીમાં વરસાદી માહોલ હવામાન વિભાગની આગાહીના (Meteorological department rain forecast) કારણે અંબાજી પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો (Rainy weather in Ambaji) છે. અહીં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે, જે હજી સુધી યથાવત્ છે. અહીં વહેલી સવાર સુધીમાં 13 મિમી વરસાદ નોંધાયો છે. હજી પણ અહીં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details