ગુજરાત

gujarat

ETV Bharat / city

ABVPનું અનોખું વિરોધ પ્રદર્શન, તંત્રની નનામી કાઢી, પોલીસે કરી કાર્યકરોની અટકાયત

ગુજરાત યુનિવર્સીટી ખાતે ABVPનું અનોખું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. જેમાં યુનિવર્સિટી તંત્રની નનામી કાઢવામાં આવી હતી. પ્રવેશ પ્રક્રિયામાં ગડબડી મામલે છેલ્લાં દસ દિવસથી ABVP જુદીજુદી રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. જો કે પોલીસે નનામી છીનવી લઈને તમામ એબીવીપી કાર્યકરોની અટકાયત કરી લીધી હતી.

ABVPનું અનોખું વિરોધ પ્રદર્શન, તંત્રની નનામી કાઢી, પોલીસે કરી કાર્યકરોની અટકાયત
ABVPનું અનોખું વિરોધ પ્રદર્શન, તંત્રની નનામી કાઢી, પોલીસે કરી કાર્યકરોની અટકાયત

By

Published : Jul 13, 2020, 5:35 PM IST

અમદાવાદ: આ વિરોધ પ્રદર્શનમાં આજે ગુજરાત યુનિવર્સિટી ગેટ નજીકથી નનામી કાઢવામાં આવી હતી. ABVPના કાર્યકરો નનામી લઈ યુનિવર્સીટીમાં પ્રવેશ્યાં હતાં.અગાઉ ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ હિમાંશુ પંડ્યાના ચહેરાવાળા પૂતળાના મગજનું ઓપરેશન કરતું નાટક પણ ભજવવામાં આવ્યું હતું.

ABVPનું અનોખું વિરોધ પ્રદર્શન, તંત્રની નનામી કાઢી, પોલીસે કરી કાર્યકરોની અટકાયત
આ અગાઉ વિરોધના ભાગરૂપે પ્રવેશશુદ્ધિ યજ્ઞ, રજિસ્ટ્રારને બંગડી આપવી, કુલપતિની ચેમ્બર બહાર બંગડી લટકાવવી, શાકભાજીની લારી લઈને કેમ્પસમાં આવવું જેવા કાર્યક્રમો પણ ABVP દ્વારા કરાયાં હતાં.
ABVPનું અનોખું વિરોધ પ્રદર્શન, તંત્રની નનામી કાઢી, પોલીસે કરી કાર્યકરોની અટકાયત
ગુજરાત યુનિવર્સીટીના વિવિધ કોર્સની પ્રવેશ પ્રક્રિયામાં જે સભ્યોની નિમણૂક કરાઈ છે. તેમને બદલવાની ABVP સતત માગણી કરી રહ્યું છે. ગત વર્ષે યુનિવર્સિટી દ્વારા સરકારી બેઠકો પહેલાં ખાનગી કોલેજોની બેઠકો ભરવામાં આવી હતી જેનો વિરોધ કર્યો હતો. હવે આ વર્ષે પણ ABVP દ્વારા પ્રવેશ કમિટીના સભ્યો બદલવામાં આવે તેવી માગણી થઈ રહી છે.ઉલ્લેખનીય છે કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP)તે ભાજપની જ યુવા પાંખ છે. પરંતુ ભાજપ દ્વારા નિમણૂક પામેલ વાઇસ ચાન્સેલર અને શિક્ષણપ્રધાનના નિર્ણયોનો વિરોધ તે કરી ચૂકી છે.

ABOUT THE AUTHOR

...view details