અમદાવાદઃ સમગ્ર દેશ અને વિશ્વ આજે કોરોના વાઇરસની સામે ઝઝૂમી રહ્યો છે તેવામાં ગુજરાત રાજ્યમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી દિવસોમાં પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવતાં વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયાં છે. કારણ કે, એક તરફ કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે તો બીજી તરફ પરીક્ષા આપવી તો કઈ રીતે આપવી તેને લઈ અસમંજસ વર્તાઈ રહી છે.
ઓગસ્ટમાં યુનિવર્સિટીની પરીક્ષા લેવાની માગ સાથે ABVP દ્વારા યુનિ. કુલપતિ સમક્ષ રજૂઆત - ગુજરાત યુનિવર્સિટી
દેશ અને વિશ્વ આજે કોરોના વાઇરસની મહામારીની સામે ઝઝૂમી રહ્યો છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓ જાહેર કરવામાં આવતાં વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયાં છે. જેને લઈ ABVPએ કુલપતિ જગદીશ ભાવસારને પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવા રજૂઆત કરી હતી.
ઓગસ્ટમાં યુનિવર્સિટીની પરીક્ષા લેવાની માગ સાથે ABVP દ્વારા યુનિ. કુલપતિ સમક્ષ રજૂઆત
આ પ્રશ્ને abvp સંગઠન દ્વારા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ જગદીશ ભાવસારને મળીને રજૂઆત કરવામાં આવી હતી. તેમને જણાવવામાં આવ્યું હતું કે, વિદ્યાર્થીઓના હિતમાં હાલ પૂરતી પરીક્ષા મોકૂફ રાખવામાં આવે અથવા પરીક્ષાઓ ઓગસ્ટ મહિનામાં લેવાનું આયોજન કરવામાં આવે. ત્યારે હવે જોવાની બાબત છે કે વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકાર અને ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા અંગે શું યોગ્ય નિર્ણય કરે છે.