અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં ABVPના કેટલાક વિદ્યાર્થીઓએ સિક્યુરિટી ગાર્ડ સાથે મારામારી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. કેટલાક વિદ્યાથીઓએ સિક્યુરિટી ગાર્ડની ખુરશીઓ ઉછાળી અને તોડી નાખી હતી. તો બીજી તરફ વિડીઓમાં કેટલાક વિદ્યાર્થીઓ સિક્યોરિટીને ખુરશી છૂટી મારી રહ્યાં જોવાનું પણ જોવા મળી રહ્યું છે.
ABVPની મારામારી આવી સામે, સિક્યોરિટી ગાર્ડને ખુરશી વડે માર માર્યો - એબીવીપી
ગુજરાત યુનિવર્સિટીમાં ABVPના કેટલાક વિદ્યાર્થીઓએ સિક્યુરિટી ગાર્ડ સાથે મારામારી કરી હોવાની ઘટના બની છે. સરકાર પ્રોપર્ટી પર લખાણ લખવાની માત્ર ના પાડતાં ABVPના કાર્યકર્તાઓ મારામારી પર ઉતરી આવ્યાં હતાં.
ABVPની લુખ્ખાગીરી આવી સામે, સિક્યોરિટી ગાર્ડને ખુરશી વડે માર માર્યો
વિશ્વસનીય સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે સિક્યુરિટી સ્ટાફ અને વિદ્યાર્થીઓ વચ્ચે સરકારી પ્રોપર્ટી પર લખાણ ન લખવા બોલાચાલી થઈ હતી. જેમાં ઉશ્કેરાયેલા કેટલાક વિદ્યાર્થીઓએ સિક્યોરિટી ગાર્ડને બેસવા માટે પડેલી ખુરશી છૂટી મારી દીધી અને ત્યારબાદ ABVP સિક્યોરિટી ગાર્ડને મારવા લાગી હતી. વિડીઓમાં જે રીતે જોવા મળી રહેલા વિદ્યાર્થીઓ અને સૂત્રો તરફથી જાણવા મળેલા નામ પ્રમાણે ABVPના દિવ્યપાલસિંહ સોલંકી, ઉમંગ મોજીદ્રા, સહિત અન્ય વિદ્યાર્થીઓ જોવા મળી રહ્યાં છે.