ગુજરાત

gujarat

ETV Bharat / city

ABVPએ કર્યો આક્ષેપ, કહ્યું- ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં NSUIના સેનેટ મેમ્બરે કરી ચોરી - GLS લૉ કોલેજ

ગુજરાત યુનિવર્સિટીમાં અત્યારે જુદા-જુદા વિષયોની પરીક્ષા યોજાઈ રહી છે. ત્યારે ABVP દ્વારા NSUIના યુનિવર્સિટીના સેનેટ મેમ્બર કુંવર હર્ષઆદિત્યસિંહ પરમાર પર પરીક્ષામાં ગેરરીતિ આચરવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પરીક્ષા કેન્દ્રના CCTV ફુટેજમાં કુંવર હર્ષઆદિત્યસિંહ પોતાનો ફોન ખિસ્સામાંથી બહાર કાઢીને કઈ જોઈ રહ્યા હોય અને ત્યારબાદ તેને પરત મૂકતા હોય તે દેખાઈ આવે છે.

ABVP alleges of irregularities in exams on NSUi
ABVP alleges of irregularities in exams on NSUi

By

Published : Sep 11, 2020, 11:40 PM IST

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં હાલ જુદા-જુદા વિષયોની પરીક્ષા યોજાઈ રહી છે, ત્યારે ABVP દ્વારા NSUIના યુનિવર્સિટીના સેનેટ મેમ્બર કુંવર હર્ષઆદિત્યસિંહ પરમાર પર પરીક્ષામાં ગેરરીતિ આચરવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. હર્ષઆદિત્યસિંહ પરમાર અમદાવાદની લૉ ગાર્ડન ખાતે આવેલી GLS લૉ કૉલેજમાં પરીક્ષા આપી રહ્યા હતા, ત્યારે NSUIનો એક કાર્યકર ચાલુ પરીક્ષાએ તેમના પરિક્ષખંડમાં પ્રવેશ્યો હતો. જેનો વિરોધ ABVPએ કર્યો છે.

ABVPના પ્રમુખ દિવ્યપાલ સિંહે યુનિવર્સિટીના રજિસ્ટ્રારને લેખિતમાં ફરિયાદ કરી

પરીક્ષા કેન્દ્રના CCTV ફુટેજમાં કુંવર હર્ષઆદિત્યસિંહ પોતાનો ફોન ખિસ્સામાંથી બહાર કાઢીને ફોનમાં જોઈ રહ્યા હતા અને ત્યારબાદ તેને પરત મૂકતા હોય તેવું સ્પસ્ટપણે દેખાઈ રહ્યું છે. ત્યારે ABVPએ તેમના પર પરીક્ષામાં ગેરરીતિનો આક્ષેપ મૂક્યો છે.

ABVPના પ્રમુખ દિવ્યપાલ સિંહે યુનિવર્સિટીના રજિસ્ટ્રારને લેખિતમાં ફરિયાદ કરી

આ ઘટનામાં પોતાના બચાવમાં કુંવર હર્ષઆદિત્યસિંહે જણાવ્યું હતું કે, તેને ફોન સાયલન્ટ કરવા માટે ખિસ્સામાંથી બહાર કાઢ્યો હતો અને થોડીક જ સેકન્ડમાં પરત મૂકી દીધો હતો. જ્યારે NSUIના મેમ્બર દિગ્વિજય દેસાઈ તેમને ગાડીની ચાવી આપવા આવ્યા હતા, પરંતુ તુરંત જ તેમને પરીક્ષા ખંડમાંથી બહાર જતા રહેવા માટે તેને ઇશારો કર્યો હતો. સમગ્ર ઘટનાને લઇને ABVPના પ્રમુખ દિવ્યપાલ સિંહ સોલંકી દ્વારા યુનિવર્સિટીના રજિસ્ટ્રારને લેખિતમાં ફરિયાદ આપવામાં આવી છે.

ABVP દ્વારા NSUIના ગુજરાત યુનિવર્સિટીના સેનેટ મેમ્બર પર પરીક્ષામાં ગેરરીતિ કર્યાનો આક્ષેપ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details