ગુજરાત

gujarat

ETV Bharat / city

Absconding Accused Caught in Ahmedabad : 19 વર્ષથી હત્યામાં ગુનામાં ફરાર આરોપી સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઝડપાયો - અમદાવાદમાં ફરાર આરોપી ઝડપાયો

સેટેલાઇટમાં પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે 19 વર્ષ બાદ ઝડપી લીધો છે. આ આરોપીને ઝડપી લેવા (Absconding Accused Caught in Ahmedabad) સુધી પોલીસ કેવી રીતે પહોંચી તે જાણવા જેવું છે.

Absconding Accused Caught in Ahmedabad : 19 વર્ષથી હત્યામાં ગુનામાં ફરાર આરોપી સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઝડપાયો
Absconding Accused Caught in Ahmedabad : 19 વર્ષથી હત્યામાં ગુનામાં ફરાર આરોપી સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઝડપાયો

By

Published : Jan 11, 2022, 8:42 PM IST

અમદાવાદઃ સેટેલાઇટમાં પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે 19 વર્ષ બાદ ઝડપ્યો. 2003થી વોન્ટેડઆરોપીને પકડવા સુપ્રીમ કોર્ટએ આદેશ આપ્યો હતો.આ આરોપી આટલા વર્ષોથી પાગલ હોવાનો ડોળ કરી છટકી રહ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે તે આરોપીને (Absconding Accused Caught in Ahmedabad) પકડ્યો તો તે પાગલ નહીં પણ સ્વસ્થ મળી આવ્યો. 19 વર્ષ બાદ કેવી રીતે મળ્યો હત્યાનો આરોપી. જોઈએ આ અહેવાલ.

આરોપી 19 વર્ષ સુધી માનસિક અસ્થિરના અંચળામાં છુપાયો પણ અંતે પકડાઇ ગયો

પાગલ હોવાનો ડોળ કરતો રહ્યો

પોલીસ કસ્ટડીમાં જોવા મળતો આરોપી દિનેશ વાળા છે.. હત્યા કર્યા બાદ માનસિક અસ્થિર બનીને ઘરેથી નીકળી ગયો . 19 વર્ષ બાદ ક્રાઇમ બ્રાન્ચે જૂનાગઢમાં ભાણવડ તાલુકાના ઘુમલી ગામમાંથી પકડ્યો.. તો આરોપી પાગલ નહીં પણ સ્વસ્થ મળ્યો. ઘટનાની વાત કરીએ તો 2003માં આરોપી દિનેશ વાળાની ભત્રીજીનો જયેશ ગોહિલ નામના યુવક સાથે પ્રેમ સબંધ હતો. જેની જાણ આરોપી દિનેશ અને તેના પરિવારને થતાં તેઓએ જયેશને માર મારીને હત્યા કરી હતી. આ હત્યાના ગુનામાં અગાઉ દિનેશના 3 ભાઈઓ હસમુખ વાળા, દેવજી વાળા અને દિલીપ ઉર્ફે દીપક વાળાની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે દીપક માનસિક અસ્થિર બનીને ઘરેથી નીકળી ગયો હતો. જે 19 વર્ષ બાદ સ્વસ્થ (Absconding Accused Caught in Ahmedabad) મળી આવ્યો.

આ પણ વાંચોઃ કુખ્યાત ગેડીયા ગેંગનો 8 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

સુપ્રીમના આદેશ બાદ તપાસ માટે સીટ રચાઈ

પ્રેમ સંબંધની અદાવતમાં જયેશ ગોહિલની હત્યા કરીને આરોપી દિનેશ અમદાવાદથી ફરાર થઇ ગયો હતો. સ્થાનિક પોલીસે આરોપીની શોધખોળ કરી પરંતુ તેનો કોઈ પતો લાગ્યો નહીં. જ્યારે દિનેશના પરિવારે તે પાગલ હોવાથી ઘરેથી નીકળી ગયો હોવાની વાર્તા ઘડી. 19 વર્ષથી વોન્ટેડ આરોપી પકડાય અને મૃતક જયેશને ન્યાય મળે માટે તેના પરિવારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યાં. સુપ્રીમ કોર્ટ અમદાવાદ પોલીસ કમિશનરને આરોપીને પકડવા હુકમ (Accused absconding for 19 years arrested following a Supreme Court order) કર્યો હતો. આ હુકમ બાદ પોલીસ કમિશનર દ્વારા ક્રાઇમ બ્રાન્ચના DCPની અધ્યક્ષતામાં SIT ની રચના કરવામાં આવી હતી. ટેક્નિકલ સેલ તેમજ બાતમીના આધારે હત્યાના વોન્ટેડ આરોપી દિનેશ વાળાને ક્રાઇમ બ્રાન્ચે (Absconding Accused Caught in Ahmedabad) પકડીને જેલ હવાલે કર્યો.

પકડાયો ત્યારે પૌત્રો સાથે મળ્યો

પાગલ બનીને 19 વર્ષથી ફરાર થયેલ આરોપી પકડાયો ત્યારે તેના પૌત્રો સાથે મળ્યો અને આરોપી સ્વસ્થ હતો અને તેને છુપાવવા અને ફરાર (Absconding Accused Caught in Ahmedabad) કરવામાં કોઈની સંડોવણી હોવાનું ખુલ્યું. હાલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની મદદ કરનાર લોકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચોઃ ભુજથી ફરાર થયેલો કુખ્યાત નિખિલ દોંગા નૈનીતાલથી ઝડપાયો

ABOUT THE AUTHOR

...view details