અમદાવાદગુજરાતના વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election ) ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દરેક રાજકીય પાર્ટીઓ પોતે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ચૂંટણી કમિશન દ્વારા પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજકીય પાર્ટી ઉપર એકબીજા ઉપર આક્ષેપો (Aap Attack on C R Patil in Ahmedabad ) કરવામાં આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને આમ આદમી પાર્ટી અને ભાજપ પર જાણે શાબ્દિક યુદ્ધ શરૂ થયું હોય તેવું જોવા મળી રહ્યું છે.
આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો કે સી આર પાટીલ ગુજરાત વિરોધી માનસિકતા ધરાવે છે નોકરીમાંથી છુટા કરવાની ધમકીઆમ આદમી પાર્ટી ( Aap Attack on C R Patil in Ahmedabad ) ના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ જણાવી હતું કે બે દિવસ પહેલા સુરતના એક હીરા ઉદ્યોગના વેપારી દ્વારા તેમના કર્મચારીને ધમકી આપતો વિડિયો જોવા મળે છે. જેમાં જાણવા મળે છે કે જો તમે અરવિંદ કેજરીવાલને સપોર્ટ કરશો તો તમને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવશે.આ વિડીયો બાદ સી આર પાટીલે પણ ટ્વિટ કરીને તે વેપારીનું સન્માન કર્યું છે.
ભાજપ સરકાર નોકરી આપી શકતી નથી તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપ સરકાર રાજ્યના લાખો યુવાનો બેરોજગાર છે. તેમને સરકારી નોકરી આપી રહી નથી.ગુજરાતના યુવાનો ના છુટકે ખાનગી કંપનીઓમાં પણ કામ કરવા મજબૂર છે. ત્યારે ભાજપ નોકરી છોડવાની ધમકી આપનારને પણ સન્માન કરી રહ્યું છે. આથી સાબિત થાય છે કે ભાજપ દેશમાં ક્યાંક ને ક્યાંક લોકશાહીનો નાશ કરી રહ્યું છે.
પાટીલને મુખ્યપ્રધાન બનવું છેઈશુદાન ગઢવીએ સી આર પાટીલ પર આક્ષેપ (Aap Attack on C R Patil in Ahmedabad )કરતા જણાવ્યું હતું કે પાટીલ બિનગુજરાતી હોવાથી ગુજરાતીઓને ધમકાવી રહ્યા છે. સી આર પાટીલને ગુજરાતના મુખ્ય પ્રધાન બનવું છે. એટલે આવા કામો કરી રહ્યા છે. જો ગુજરાતની જનતા સી આર પાટીલની આ જાળમાં ફસાઈ ગઇ તો તેમને ગુજરાતમાં પણ નહીં રહેવા દે. સી આર પાટીલ ગુજરાત વિરોધી માનસિકતા ( anti gujarat mindset ) ધરાવે છે. તેથી જ તેણે ગુજરાતના પ્રખ્યાત ગરબા ઉપર ટેક્સ લગાવ્યો છે.
ભાજપ જેવી હલકી માનસિકતા નથીગઢવીએ કહ્યું હતું કે ગુજરાતના દિવસેને દિવસે અરવિંદ કેજરીવાલનું વર્ચસ્વ વધી રહ્યું છે. ભાજપ સરકાર દ્વારા પણ આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સરકાર ન બને તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તા વિજય નાયરની સીબીઆઇ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વિજય નાયરના ઘરે જઈને પણ તપાસ કરવામાં આવી હોવા છતાં કાંઈ મળ્યું ન હતું. અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal ) ગુજરાતમાં આવે છે. તે સમયે ભાજપના 5 7 લોકો મોદી મોદીના નારા લગાવે છે.અમે પણ નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવે ત્યારે ચોર ચોરના નારા લગાવી શકીએ છીએ. પણ અમે ભાજપ જેવી હલકી માનસિકતા ધરાવતા નથી.
અરવિંદ રૈયાણી માફી માંગેઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર દરેક સમાજ માટે એક વિંગ બનાવવામાં આવી છે. જેમાં ગુજરાતમાં વિમુખ અને વિચારતી જાતિ માટે અરવિંદ કેજરી વાલે પણ એક વિંગ બનાવવામાં આવે છે. આ વિમુખ અને વિચરતી જાતિમાં ગુજરાતમાં આ જાતિના એક કરોડ જેટલા લોકો છે. પરંતુ ભાજપના નેતા અરવિંદ રૈયાણીએ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા માટે એક ડફેર શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ શબ્દનો ઉપયોગ કરવાથી એક જાતિનું અપમાન કરવામાં આવ્યું છે. જેથી અરવિંદ રૈયાણીએ જાહેરમાં માફી માગવી જોઈએ.