ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધી ટોપી પર સર્જાયેલા વિરોધમાં ગુજરાત કોંગ્રેસ અને AAP મેદાનમાં - ગાંધી ટોપી પર સર્જાયેલા વિરોધમાં ગુજરાત કોંગ્રેસ અને AAP મેદાનમાં

ગુજરાત ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરે સોશિયલ મીડિયા પર મુકેલી પોસ્ટને લઈને વિવાદ સર્જાયો છે. જેને લઈને કોંગ્રેસના નેતાઓમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. મંત્રીએ ટ્વીટર પર ટ્વીટ કરી કહ્યું હતું કે, ગાંધીજીએ ક્યારેય સફેદ ટોપી પહેરી નથી. આ વિવાદીત નિવેદન બાદ કોંગ્રેસ તરફથી આ મુદ્દે મોટો વિરોધ કરવામાં આવ્યો છે.

ગાંધી ટોપી પર સર્જાયેલા વિરોધમાં ગુજરાત કોંગ્રેસ અને AAP મેદાનમાં
ગાંધી ટોપી પર સર્જાયેલા વિરોધમાં ગુજરાત કોંગ્રેસ અને AAP મેદાનમાં

By

Published : Sep 7, 2021, 10:27 PM IST

  • 'ગાંધી ટોપી'ને લઈને ગુજરાત, મહારાષ્ટ્રનું અપમાન કર્યા બાદ રત્નાકરે ટ્વિટ ડિલીટ કરી
  • ટ્વિટ ડિલીટ કરવાથી વિચારધારા થોડીના ડીલીટ થશે - મોઢવાડિયા
  • યુપીથી આવેલ ભાજપના નેતાએ ગુજરાત, મહારાષ્ટ્ર અને સ્વતંત્રતા સંગ્રામનું અપમાન કર્યુ - મોઢવાડિયા

અમદાવાદ: ભાજપ પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકરે મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં પહેરાતી સફેદ ટોપી પર ટ્વીટ કરતા રાજકારણ ગરમાયું છે. ગાંધી ટોપી પર ટ્વીટ કરતા વિવાદનો સમગ્ર મધપૂડો છંછેડ્યો છે. કોંગ્રેસે આ ટ્વીટને ગુજરાતની અસ્મિતા તથા સંસ્કૃતિનું અપમાન કહ્યું છે.

ગાંધી ટોપી પર સર્જાયેલા વિરોધમાં ગુજરાત કોંગ્રેસ અને AAP મેદાનમાં

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખે નોંધાવ્યો વિરોધ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, ગાંધી ટોપી મહારાષ્ટ્ર અને ગુજરાતના અમારા પૂર્વજોની ઓળખ સમાન છે. ગુજરાતની બહારના લોકોને તેનું અપમાન કરવાનો અધિકાર કોણે આપ્યો? રત્નાકરે આ પોસ્ટ દરમિયાન એવું પણ લખ્યું છે કે, કોંગ્રેસ લોકોને દરેક વાતમાં ટોપી પહેરાવે છે. જે સફેદ ટોપી ગુજરાત અને મહારાષ્ટ્રમાં પહેરાય છે. એ ગાંધીજીએ ક્યારેય પહેરી જ નથી. આ બંને રાજ્ય સાથે કોઈ પૈતૃક સંબંધ ન ધરાવતા નહેરૂએ એ ટોપી હંમેશાં પહેરી રાખી.

ગાંધી ટોપી પર સર્જાયેલા વિરોધમાં ગુજરાત કોંગ્રેસ અને AAP મેદાનમાં

રત્નાકરના એક ટ્વીટ પર કોંગ્રેસમાં ભારોભાર વિરોધ

રત્નાકરના આ ટ્વીટને લઈ કોંગ્રેસે ભારોભાર વિરોધ કર્યો છે. જ્યારે અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, ગાંધી ટોપી ભારતના મહાન સ્વતંત્રતા સંગ્રામની ઓળખ સમાન હતી. ગાંધી ટોપી પહેરીને હજારો લોકોએ આઝાદી માટે હસતાં હસતાં શહીદી વહોરી હતી. આ ટોપી પહેરીને આઝાદી માટે લાખો લોકોએ અગણિત યાતના સહન કરી છે.

તેમણે કોંગ્રેસ ભવન આવીને જ્ઞાન લેવાની જરૂર છે - જયરાજસિંહ

કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે કહ્યું કે, ગાંધી ટોપીએ તમામ સ્વતંત્રતા સેનાનીઓના માથાની શાન છે. સ્વતંત્રતા સંગ્રામના મહત્ત્વ તથા સ્વતંત્રતા સંગ્રામના પ્રતીક અંગે અંગ્રેજ સમર્થકોને માહિતી ન હોય એ સમજી શકાય છે. કાળી ટોપી પહેરીને દેશની આઝાદીમાં ક્યારેય ન જોડાનારાઓને સફેદ ટોપીનું મહત્ત્વ કેવી રીતે ખ્યાલ હોય? કોંગ્રેસ ભવન આવીને ભાજપના આવા આયાતી નેતાઓ ગાંધી વિશે જ્ઞાન લઈ શકે છે.

આમ આદમી પાર્ટીએ ટોપીને સન્માનનું પ્રતીક જણાવ્યો

AAPના મીડિયા ઇન્ચાર્જ તુલી બેનરજીએ જણાવ્યું કે, ગાંધી ટોપી એ સન્માનનું પ્રતીક છે. ટોપીએ સામન્ય લોકો ત્યારે પહેરે છે, જ્યારે તેઓ પોતાને ગર્વથી જોતા હોય છે. રત્નાકરની ટ્વીટ પરથી લાગી રહ્યું છે કે, ભાજપને હજુ બુદ્ધિનું જ્ઞાન લેવાની જરૂર છે. જન સંપર્ક યાત્રાની જગ્યાએ બુદ્ધિ જ્ઞાન શિબિર યોજવાની જરૂર છે. દેશની આઝાદી પાછળ જેમનો મહત્વનો ફાળો રહેલો છે તેવા ગાંધી, સરદાર અને નહેરુ સહિત અનેક નેતાઓ પોતાના માન-સન્માનના પ્રતિકમાં ટોપી પહેરતા હતા.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details