અમદાવાદઅમદાવાદ રાજ્યમાં આમ આદમી પાર્ટી વિધાનસભા ચૂંટણીની (Gujarat Assembly Election 2022) તૈયારીમાં અન્ય પાર્ટીઓ કરતાં આગળ ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, હજી તો એક પણ રાજકીય પાર્ટીએ પોતાના ઉમેદવારોની યાદી પણ નથી બનાવી ( Aam Aadmi Party Gujarat) ને ત્યાં આમ આદમી પાર્ટી ગુજરાતે આજે સંગઠનની ચોથી યાદી પણ જાહેર કરી દીધી છે.
AAPએ સંગઠનની ચોથી યાદી જાહેર કરી, 2100 લોકોને સોંપવામાં આવી જવાબદારી - Aam Aadmi Party Gujarat declared list
ગુજરાત આમ આદમી પાર્ટીએ સંગઠનની ચોથી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં કુલ 2100 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ AAPએ ઉમેદવારોને વિવિધ જવાબદારી સોંપી છે. Aam Aadmi Party Gujarat, Gujarat Assembly Election 2022.
યાદીમાં 2100 લોકોનો સમાવેશઆ યાદીમાં 2,100 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં સોશિયલ મીડિયા વોરિયર્સ (aap gujarat social media), જોઈન્ટ સેક્રેટરીઝ, યુથ પ્રમુખ સહિતના લોકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 1,111 જેટલા લોકોને સોશિયલ મીડિયાની જવાબદારી સોંપવામાં આવી (Aam Aadmi Party Gujarat declared list) છે.
ઉમેદવારોને જવાબદારી આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા વોરિટર્સની યાદી પણ જાહેર કરી છે. જ્યારે અમિત ગામિતને આમ આદમી પાર્ટી કૉર્પોરેટિવ વિન્ગની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત ધારશી ભારડિયાને જોઈન્ટ સેક્રેટરી, શ્વેજલ વ્યાસને વડોદરા યૂથ પ્રમુખ, અનિલ પટેલને કો ઈનચાર્જ બનાવવામાં આવ્યા છે. આ સાથે જ 1,111 જેટલા લોકોને સોશિયલ મીડિયામાં નિમણૂક આપવામાં આવી છે.