ગુજરાત

gujarat

ETV Bharat / city

MURDER NEWS : અમદાવાદમાં મોબાઈલ ચોરીની શંકા રાખીને યુવકની હત્યા - Murder in Vatva

અમદાવાદ શહેરના વટવામાં મોબાઈલ ચોરી ( Mobile theft )ની શંકા રાખીને એક યુવકની ઘાતકી હત્યા (Murder) કરવામાં આવી છે. રીક્ષા ડ્રાઈવર ( Rickshaw driver )ને પાંચ શખ્સોએ છરીના ઘા ઝીકીને હત્યા કરી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી બે સગીરની અટકાયત કરી તપાસ શરૂ કરી છે.

Gujarat News
Gujarat News

By

Published : Jun 26, 2021, 10:36 PM IST

  • મોબાઇલ ચોરીની શંકા રાખતા રીક્ષા ડ્રાઈવરને રહેસી નાખ્યો
  • પાંચ શખ્સોએ રાત્રીના ત્રણ વાગે રીક્ષા ડ્રાઈવરને છરીથી કરી હત્ય
  • ચોરીના રૂપિયાનો ભાગ પાડવામાં હત્યા થઇ હોવાની આંશકા

અમદાવાદ : શહેરના વટવા વિસ્તારમાં એક રીક્ષા ડ્રાઇવર ( Rickshaw driver ) પર પાંચ શખ્સોએ છરી વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. પાંચ શખ્સોએ રીક્ષા ડ્રાઇવર ( Rickshaw driver ) પર મોબાઇલ ચોરી ( Mobile theft )નો આરોપ લગાવ્યો હતો. જેના કારણે રાત્રે ત્રણ વાગે આ ખુની ખેલ ખેલાયો છે. આ ઘટનાની વાત કરીએ તો મૃતક મોહમદ અસ્ફાક ઇમ્તિયાજ શેખ વટવામાં આવેલી સૈયદ વાડીમાં રહે છે અને રીક્ષા ચલાવે છે.

મોબાઈલ ચોરીની શંકા રાખીને યુવકની જાહેરમાં હત્યા કરી

આ ઘટનામાં યુવકનો ભાઈ પણ ઈજાગ્રસ્ત થયો

રાત્રે અસ્ફાક પોતાના ભાઈ અને મિત્રો સાથે મોડી રાત્રે ઘર નજીક બેઠા હતા, ત્યારે ત્રણ વાગ્યાની આસપાસ પાંચ શખ્સો મળવા માટે આવ્યા હતા અને ચોરીના મોબાઈલની વાત કરીને ઉપરાછાપરી તેના પર છરીઓ વડે હુમલો કરી અને ફરાર થઈ ગયા હતા. અસ્ફાકને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનામાં તેનો ભાઈ પણ ઈજાગ્રસ્ત થયો હતો.

મોબાઈલ ચોરીની શંકા રાખીને યુવકની જાહેરમાં હત્યા કરી

આ પણ વાંચો :લગ્નનો માહોલ માતમમાં છવાયો, સામાન્ય બાબતે કાકાના હાથે થઈ ભત્રીજાની હત્યા

પોલીસે બે સગીરની કરી અટકાયત

અસ્ફાક 25 વર્ષની ઉમરનો યુવક છે અને તેના ઉપર ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જેનો મોબાઇલ ચોરાયો હતો તે યુવકને મૃતકના ચાર મિત્રોને લઇને આવ્યા હતા અને અચાનક જ તેના ઉપર તમામ લોકો તુટી પડ્યા હતા. એટલું જ નહીં અસફાક સહિતના તમામ લોકો નશો કરવાની આદત ધરાવે છે. જેના કારણે તેઓ ચોરીના રવાડે ચઢ્યા હતા. મોબાઇલ ચોરી (Mobile theft) સહિતની કિંમતી સરસામાનની ચોરી કરતા હતા. ચોરીનો ભાગ પાડવા બાબતે અસફ્કને તેના સાગરીતો સાથે બોલાચાલી થઇ હતી અને ભાગ પાડવા માટે થયેલી તકરારથી મોડીરાત્રે મામલો બીચક્યો હતો. પાંચ શખ્સોએ ભેગા થઇને અસ્ફાકને રહેસી નાખ્યો હતો.

આ પણ વાંચો : અમરનગરમાં ભાઈને મરવા માટે મજબૂર કરનાર શખ્સની તિક્ષ્ણ હથિયાર વડે હત્યા

પોલીસે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી

આ મામલે વટવા પોલીસે અસ્ફાકની હત્યા (Murder) બાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરીને પાચ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી બે સગીરની અટકાયત કરી અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details