- કાલુપુરમાં જૂનું મકાન પડતાં 3 લોકોને રેસ્ક્યૂ કરી બહાર કઢાયાં
- એસ્ટેટ વિભાગ નોટિસો આપ્યા બાદ જોવા જવાની તસ્દી પણ નથી લેતું
- અમદાવાદ શહેરમાં 283 ભયજનક મકાનો
- 283માંથી માત્ર 44 મકાનો જ રીપેર કરવામા આવ્યાં
અમદાવાદઃ અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલી ભંડેરીની પોળમાં આજે સવારે બે માળનું જુનું મકાન ધરાશાયી થયું હતું. જેમાં મકાનમાં રહેતા ત્રણ લોકો કાટમાળ નીચે દબાઈ ગયાં હતાં. ઘટનાની જાણ ફાયરબ્રિગેડની ટીમને કરવામાં આવતા રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ત્રણેયને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતાં. જેમાં એક વ્યક્તિને ગંભીર ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે. વરસાદના કારણે મકાન જર્જરિત અને જૂનું હોવાથી ધરાશાયી થયું છે તેવું સામે આવ્યું છે.
અગાઉ લાખોટાની પોળમાં પણ પડ્યું હતું મકાન
નોંધનીય છે કે, બે મહિના અગાઉ દરિયાપુરમાં લાખોટાની પોળની આસપાસમાં પણ મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી. જેમાં એક જ પરિવારના પિતા, પુત્ર અને પુત્રવધૂ દટાયાં હતાં. ફાયરબ્રિગેડની ટીમે તમામ લોકોને ઝડપથી રેસ્ક્યૂ કરી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતાં.
શહેરમાં સદીઓ જૂનાં ભયજનક મકાનો છે
અમદાવાદ શહેરમાં 283 ભયજનક મકાનો છે. તેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. જે પછી 44 જેટલા મકાન રિપેર કરવામાં આવ્યા હોવાનો દાવો એસ્ટેટ વિભાગ કરી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટાઉન પ્લાનિંગ વિભાગ દર વર્ષે અષાઢી બીજ આવે ત્યારે તે પહેલા ંજાગે છે, અને ભયડનક મકાનોની યાદી બનાવીને નોટિસો ફટકારે છે, ત્યાર પછી શું થયું તે જોવાની તસ્દી સુદ્ધાં લેવાતી નથી.
327 જેટલા ભયજનક મકાનો
જૂલાઈ, 2021ની સ્થિતિએ જમાલપુર, ખાડિયા, દરિયાપુર, શાહીબાગ અને શાહપુર જેવા વિસ્તારોમાં 327 જેટલા ભયજનક મકાનો આવેલા છે. તેમાંથી 283 મકાન માલિકોને કે કબજેદારોને નોટિસ ફરમાવવામાં આવી છે. એટલું જ નહી આવા ભયજનક મકાનો પર નોટિસ પણ ચીપકાવવામાં આવે છે. જેથી આજુબાજુના રહીશો તે મકાનની નીચે ઉભા ન રહે.
પડી જાય તેવી રાહ જોતા મકાનો