ગુજરાત

gujarat

નવા 8 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન સાથે અમદાવાદમાં કુલ 156 માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર

અમદાવાદમાં અધિક મુખ્ય સચિવ ડૉ.રાજીવકુમાર ગુપ્તાની અધ્યક્ષતામાં મ્યુનિ. કમિશ્નર મુકેશકુમાર તેમજ અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જેની સમીક્ષા પછી કન્ટેન્ટમેન્ટ ઝોન અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં શહેરમાં ગુરુવારે નવા 8 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેરમાં કુલ 156 માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર અમલમાં આવી ગયા છે.

By

Published : Jul 9, 2020, 11:52 PM IST

Published : Jul 9, 2020, 11:52 PM IST

ETV BHARAT
નવા 8 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન સાથે અમદાવાદમાં કુલ 156 માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર

અમદાવાદઃ અધિક મુખ્ય સચિવ ડૉ.રાજીવકુમાર ગુપ્તાની અધ્યક્ષતામાં મ્યુનિ. કમિશ્નર મુકેશકુમાર તેમજ અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જેની સમીક્ષા પછી કન્ટેન્ટમેન્ટ ઝોન અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં શહેરમાં ગુરુવારે નવા 8 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેરમાં કુલ 156 માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર અમલમાં આવી ગયા છે.

નવા 8 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન

ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવતાં થલતેજમાં ડ્રાઈવ ઇન પાસે ઇન્દ્રપ્રસ્થ ટાવરના 2 બ્લોકને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા છે, જ્યારે ગુરુકુલ પાર્કના 3 બ્લોકને પણ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા છે. આ ઉપરાંત પૂર્વ- દક્ષિણ ઝોનમાં 2, ઉત્તરમાં 1 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 3 સ્થળને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં પોઝિટિવ કેસમાં ઘટાડો થયો છે. જેની વચ્ચે શહેરનાં ગિરધરનગર ખાતે આવેલા જુલી એપાર્ટમેન્ટમાં કોરોનાનાં 22 કેસ મળી આવ્યાં છે. જેના કારણે આખા એપાર્ટમેન્ટને તંત્ર દ્વારા ક્વોરેન્ટાઈન કરી દેવાયો છે. એક જ સોસાયટીમાં આટલા બધા કેસ આવતા તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ છે. હાલમાં આ સોસાયટીનાં તમામ સભ્યોને પોતાનાં ઘરમાં જ રહેવા માટે AMC દ્વારા સૂચના આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details