ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદના સાયબર ક્રાઈમનો અશ્વસ્ત અને વિશ્વાસ પ્રોજેક્ટનો શુભારંભ કરાશે - અમદાવાદમાં સ્પેશિયલ પોલીસ કમિશનર અજય તોમર

અમદાવાદઃ આજના સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ વધતા જ અનેક પ્રકારના સાયબર ક્રાઇમમાં વધારો થયો છે ત્યારે પોલીસ સામે પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપરાંત સાયબર ક્રાઇમને લગતા ગુનાઓને અટકાવવા પોલીસ માટે પડકારરૂપ બની રહે છે. જેથી પોલીસ દ્વારા 11મી જાન્યુઆરીથી સાયબર અશ્વસ્ત અને વિશ્વાસ નામના પ્રોજેક્ટની શુભારંભ કરવામાં આવી રહ્યો છે.

Project Against Cyber Crime
અમદાવાદમાં સ્પેશિયલ પોલીસ કમિશનર

By

Published : Jan 10, 2020, 4:42 AM IST

11મી જાન્યુઆરીએ સવારે 10 વાગ્યે દેશના ગૃહપ્રધાન અને રાજ્યના મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં આ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવશે. પ્રોજેક્ટમાં વિશ્વાસ એટલે કે CCTVના નેટવર્ક થકી ગુનાહિત પ્રવૃત્તિ પર પોલીસની બાજનજર રહેશે અને ઇન્ટીગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સીસ્ટમ એમ બંન્ને રીતે કામ કરશે. જ્યારે ડિજિટલ જમાનામાં ઇન્ટરનેટ વગર ચાલી શકે તેમ નથી. જો કે ડીજીટલ સ્પેસમાં ગુનેગારો પણ ગુનો આચરવા માટે નતનવા કીમીયા અપનાવતા હોય છે. સાયબર ક્રાઇમ આજની તારીખમાં સૌથી વધી રહેલા ગુનાઓ છે.

અમદાવાદમાં સ્પેશિયલ પોલીસ કમિશનર

અમદાવાદમાં સ્પેશિયલ પોલીસ કમિશનર અજય તોમરના જણાવ્યા મુજબ સાયબર ક્રાઇમ દ્વારા અનેક પોલીસ અધિકારીને આ પ્રોજેક્ટ અંતર્ગત તાલીમ પણ આપવામાં આવી છે. જો કે હાલના સમયમાં ઓટીપી મેળવીને કે પછી એટીએમ કે ડેબીટ કાર્ડ કે પછી બેંકની વીગતો મેળવીને બેંકમાંથી બારોબાર રૂપીયા ઉપડી જવાના અસંખ્ય બનાવો બની રહ્યાં છે. ત્યારે આવા બનાવમાં ફ્રોડ થયેલા રૂપીયા આરોપીઓ સુધી પહોંચે તે પહેલા જ ફરિયાદીને મળી રહે તે પ્રકારના પ્રયત્નો પણ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details