ગુજરાત

gujarat

ETV Bharat / city

લોકડાઉનને ગેરબંધારણીય જાહેર કરવાની માગ સાથે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી - ગેરબંધારણીય

કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલું લોકડાઉન ગેરકાયદેસર અને ગેરબંધારણીય હોવાની માગ સાથે દાખલ કરાયેલી જાહેરહિતની અરજી મુદ્દે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ આર.એમ છાયા અને જસ્ટિસ ઇલેશ વોરાની અધ્યક્ષતા હેઠળની ડિવિઝન બેંચે આ મુદ્દે સરકારને રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી 19મી જૂનના રોજ હાથ ધરવામાં આવશે.

લોકડાઉનને ગેરબંધારણીય જાહેર કરવાની માગ સાથે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી
લોકડાઉનને ગેરબંધારણીય જાહેર કરવાની માગ સાથે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી

By

Published : Jun 2, 2020, 5:58 PM IST

Updated : Jun 2, 2020, 8:25 PM IST

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે સરકાર દ્વારા જે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે એ ગેરબંધારણીય છે. બંધારણમાં અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં લોકડાઉન જેવા શબ્દનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સત્તાધીશો દ્વારા લાદવામાં આવેલા લોકડાઉન ને લીધે સામાન્ય નાગરિકોના બંધારણના અનુચ્છેદ 14 અને 19 મુજબના હકનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.

લોકડાઉનને લીધે 65 વર્ષથી વધુ વયના લોકો, બાળકો અને સામાન્ય નાગરિકો તેમના ઘરમાં જ રહેવા મજબૂર બન્યા હતા. અત્યારે પણ સાંજના 9 થી સવાર 7 વાગ્યે સુધી કરફ્યુ લાદવામાં આવ્યું છે જે બંધારણના અનુચ્છેદ 19 પર તરાપ છે. લોકડાઉનના આદેશ પ્રમાણે દુકાનોને ખોલવા અને બંધ કરવા મુદ્દે જે નિર્દેશ આપવામાં આવ્યા છે તેના પર સ્ટે આપવામાં આવે તેવી માંગ કરી હતી.

નોંધનીય છે કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે માર્ચ મહિનામાં જનતા કરફ્યુ બાદ 21 દિવસનું લોકડાઉન જારી કર્યુ હતું જે સળંગ 4 વખત લંબાવવામાં આવ્યુ હતું. લોકડાઉનને લીધે શ્રમિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો અને તેઓ ઘરે જતી વખતે મૃત્યુ પણ પામ્યા હતા.

Last Updated : Jun 2, 2020, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details