સમીર લીંબાચિયા નામના વેપારીએ સંસ્કાર ટાવરમાં આવેલી હોટેલ ખોડલમાં આપઘાત કર્યો હતો. આ મામલાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મળતી વિગત પ્રમાણે ત્રણ ચાર મહિના પહેલા સમીર અમદાવાદમાં આવ્યો હતો અને ધંધો શરૂ કર્યો હતો. અમદાવાદ આવ્યા બાદ સમીરે કેટલાક લોકો પાસેથી રૂપિયા લીધા હતા અને વ્યાજખોરોના ચક્કરમાં પડી ગયો હતો. અને
અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ જીવન ટૂંકાવ્યુ - અમદાવાદ
અમદાવાદ: શહેરમાં વ્યાજખોરનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સોલા વિસ્તારમાં આવેલા સંસ્કાર ટાવરમાં એક વ્યક્તિએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.
અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ જીવન ટૂંકાવ્યુ
સમીરે સ્યુસાઇડ નોટ પણ લખી છે. જેમાં 11 લોકોનાં નામ લખ્યાં છે, આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમીર લીંબાચિયાએ કેટલા રૂપિયા વ્યાજ પર લીધા હતા તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહા હાથ ધરી છે