ગુજરાત

gujarat

ETV Bharat / city

પ્રેમ બધું કરાવે: ગલફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા એક્ટિવાની ચોરી કરતો શખ્સ ઝડપાયો - પોલીસ દ્વારા આરોપીની ધરપકડ

વટવા GIDC પોલીસે ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા માટે એક્ટિવા ચોરતા યુવકને ઝડપી પાડ્યો હતો. આરોપી તેની ગર્લફ્રેન્ડને ચોરેલા એક્ટિવા પર ફરવા લઇ જાતો હતો. આ બાદ, ગર્લફ્રેન્ડને ઘરે મૂકીને એક્ટિવાને બીનવારસી મુકી દેતો હતો. આ મામલે, પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી અનેક ગુનાનો ભેદ ઉકેલાયો હતો.

પ્રેમ બધું કરાવે: ગલફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા એક્ટિવાની ચોરી કરતો શખ્સ ઝડપાયો
પ્રેમ બધું કરાવે: ગલફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા એક્ટિવાની ચોરી કરતો શખ્સ ઝડપાયો

By

Published : May 4, 2021, 3:51 PM IST

  • આરોપીની ઉંમર નાની પણ ચોરીમાં ગેમ્બલર
  • અસલમ માત્ર એક્ટિવા જ ચોરી કરતો હતો
  • અગાઉ 18થી વધુ ગુના આચરી ચુક્યો છે

અમદાવાદ: વટવા GIDC પોલીસના હાથે એક એવો ચોર ઝડપાયો કે જે ગર્લફ્રેન્ડને ખુશ કરવા માટે ચોરીના રવાડે ચડ્યો હતો. ચોરેલા એક્ટિવામાં ગલફ્રેન્ડને બેસાડીને અલગ અલગ જગ્યા પર ફરવા લઇ જતો હતો. આ બાદ, તેની ગર્લફ્રેન્ડ ઘરે જતી રહે ત્યારે ચોરેલા એક્ટિવાને બિનવારસી મૂકી દેતો હતો. વટવા GIDC વિસ્તારમાં એક્ટિવાની ચોરીનું પ્રમાણ સતત વધતા પોલીસે ચોરને પકડવા માટે એડીચોટીનું જોર લાગવી દીધુ હતું. પોલીસની 2 મહિનાની મહેનત બાદ CCTV ફુટેજના આધારે પોલીસે એક્ટિવા ચોરની રંગે હાથે ઝડપી પાડ્યો હતો.

પ્રેમ બધું કરાવે: ગલફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા એક્ટિવાની ચોરી કરતો શખ્સ ઝડપાયો

આ પણ વાંચો:જૂનાગઢ પોલીસે બાઈક ચોરી કરતાં યુવકની કરી ધરપકડ, ગીર સોમનાથ અને જૂનાગઢમાંથી કરતો હતો ચોરી

ગલફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા માટે એક્ટિવાની ચોરી

વટવા GIDC પોલીસે મુળ યુપીનો અને બાપુનગર વિસ્તારમાં રહેતા 23 વર્ષિય અસ્લમ ઉર્ફે છોટુ અહેમદ શેખની 8 ચોરીના આરોપમાં એક્ટિવા સાથે ધરપકડ કરી હતી. અસ્લમની જેટલી ઉંમર થઇ છે તેના કરતા વધુ તો તેણે એક્ટિવાની ચોરી કરી હોવાનું સામે આવ્યુ છે. અસ્લમે પોલીસ સમક્ષ કબુલાત કરી છે કે, તે એક કારખાનામાં નોકરી કરે છે અને તે પોતાની ગલફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા માટે એક્ટિવાની ચોરી કરે છે. ગલફ્રેન્ડ મળવા આવે ત્યારે તે એક્ટિવા ચોરી કરતો અને ત્યારબાદ તેને અલગ અલગ જગ્યા પર ફેરવીને જ્યારે તે પરત ઘરે જાય ત્યારે એક્ટિવાને બિનવારસી મુકી દેતો હતો. પોલીસ સમક્ષ તેને 15 કરતા વધુ એક્ટિવા ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. જેમાંથી, પોલીસે 8 એક્ટિવા રીકવર કર્યા છે. એક્ટિવામાં જૂની ચાવી લાગી જતી હોવાથી તે એક્ટિવા ચોરી કરતો અને પેટ્રોલ પૂરું થઈ જાય એટલે બિનવારસી મૂકી દેતો હતો.

આ પણ વાંચો:પોરબંદર પોલીસે પોકેટ કોપની મદદથી આઠ વર્ષ જૂનો બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો

પોલીસના હાથે આરોપી ઝડપાયો

જેમાં, એવું નથી કે ચોરીના ગુનામાં આ અસલમ પહેલી વાર ઝડપાયો છે. જેમાં હકીકત એ છે કે, અસલમ આ પહેલા 18 વાર ચોરીના આરોપમાં ઝડપાયો હતો. જેલની હવા જાણે કે માફક આવી ગઈ હોય તેમ હજુય ચોરી કરવાનું ચાલુ રાખતા આરે પોલીસના હાથે ફરી એક વાર ઝડપાઇ ગયો હતો.

ABOUT THE AUTHOR

...view details