- 2017ની ચૂંટણીમાં ભાજપને 99 બેઠકો મળી હતી
- હાલની સ્થિતિએ ભાજપ 112 બેઠકો ધરાવે છે
- કોંગ્રેસના 13 ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે
અમદાવાદ- ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ હતી, જેના પરિણામો આવ્યાં ત્યારે ભાજપ 99 બેઠકો જીતી હતી. કોંગ્રેસે 77 બેઠક પર જીત મેળવી હતી. ભારતીય ટ્રાયબલ પાર્ટી(બીટીપી) 2 બેઠક, એનસીપી 1 બેઠક અને અપક્ષ 3 બેઠક પર જીતી હતી.
ગુજરાત વિધાનસભાની લેટેસ્ટ સ્થિતિ
જ્યારે હાલની લેટેસ્ટ સ્થિતિ જોઈએ તો ગુજરાત વિધાનસભાના ફ્લોર પર ભાજપની 112 બેઠકો છે, કોંગ્રેસ પાસે 64 બેઠકો છે. બીટીપી 2 બેઠક, એનસીપી 2 બેઠક અપક્ષ 1 બેઠક અને 1 બેઠક ખાલી પડી છે.
સીએમનો નવો ચહેરો વધુ બેઠકો મેળવી શકશે?
ગુજરાતમાં જ્યારે લોકસભા અને રાજ્યસભાની ચૂંટણી આવી ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા. જેને કારણે ભાજપની 13 બેઠકો વધી છે. હવે જ્યારે 2022 ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ભાજપ 112 કરતાં વધુ બેઠકો મેળવવા સ્ટ્રેટેજી ઘડી રહ્યો છે. આજે જ મુખ્યપ્રધાન પદેથી વિજયભાઈ રૂપાણીએ રાજીનામું ધરી દીધું છે. હવે સીએમનો નવો ચહેરો કોણ હશે, કે જે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વધુ બેઠકો હાંસલ કરી શકે?
આ પણ વાંચોઃ 2022 ચૂંટણની રણનીતિ ઘડવા દિલ્હીથી કાફલો આવ્યો નર્મદા