- નરોડામાં દારૂ બનાવતું કારખાનું અને ગોડાઉન ઝડપાયું
- પોલીસે સ્માર્ટ સિટી-2માંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો
- પોલીસે આરોપી કૃણાલ શાહની કરી ધરપકડ
રાજ્યમાં દારૂબંધી હોવા છતાં નરોડામાં ચાલી રહ્યું છે દારૂનું કારખાનું - પીસીબી
રાજ્યમાં દારૂબંધી હોવા છતા ખૂલ્લેઆમ દારૂ વેચાય છે. જોકે રાજ્યમાં તમામ જગ્યાએ દારૂના ધંધાને ડામવામાં પોલીસ અસફળ રહી હોય તેવું લાગી રહ્યું છે. પીસીબીએ કરેલી કાર્યવાહીમાં એક જ દિવસમાં 2 જગ્યા પરથી દારૂ બનાવતું કારખાનું ઝડપી પાડ્યું હતું. આ સાથે ગોડાઉન પણ પકડાયું હતું.
અમદાવાદઃ પીસીબીએ બાતમીના આધારે નરોડાના સ્માર્ટ સિટી-2ના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 3 બોટલ અને 46 લીટર વિદેશી દારૂ ભરેલો કેરબો પકડી પાડ્યો હતો. કેરબામાંથી દારૂ ભરવા માટેની 127 બોટલ મળી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપી કૃણાલ શાહ સસ્તી ગુણવત્તાવાળો વિદેશી દારૂ લાવીને મોંઘી બોટલમાં પેક કરતો હતો. જોકે, હાલ આરોપી કૃણાલ શાહ ફરાર છે. અન્ય એક કિસ્સામાં નરોડાના જ હંસપુરા પાસેના બિઝનેસ હબના એક ગોડાઉનમાંથી PCB બાતમીના આધારે 239 બોટલ વિદેશી દારૂ ઝડપ્યો હતો. રવીન્દ્ર નામના આરોપીની 4.60 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી અને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું. આરોપી ગોડાઉનમાથી દારૂનો સપ્લાય કરતો હતો.