ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદની એક બાળકીએ દાદાને અગ્નિદાહ આપી પૌત્રની ફરજ નિભાવી, મુંડન કરાવી કેન્સરગ્રસ્ત દર્દીઓને વાળ દાનમાં આપ્યા

દાદા અને પૌત્ર-પૌત્રીનો સંબંધ તો હંમેશા મૈત્રીભર્યો જ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પૌત્રની ગેરહાજરી એક પૌત્રીએ પૂરી કરી હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના વટવા વિસ્તારમાં (Vatva Area) રહેતા મહેરિયા પરિવારના એક વૃદ્ધનું મૃત્યુ થતા તેમને કાંધ આપવા માટે કોઈ પુરુષ ન હોવાથી પૌત્રીએ પૌત્ર બનીને આ ફરજ નિભાવી હતી. એટલું જ નહીં આ પૌત્રીએ તેના દાદાના નિધન પછી મુંડન પણ કરાવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી આ બાળકીને કેન્સરગ્રસ્ત લોકોને (People with cancer) તેના માથાના વાળ ડોનેટ કરવા હતા. ત્યારે તેના દાદાનું નિધન થતા બાળકીએ પોતાના વાળ ડોનેટ કર્યા છે.

અમદાવાદની એક બાળકીએ દાદાને અગ્નિદાહ આપી પૌત્રની ફરજ નિભાવી, મુંડન કરાવી કેન્સરગ્રસ્ત દર્દીઓને વાળ દાનમાં આપ્યા
અમદાવાદની એક બાળકીએ દાદાને અગ્નિદાહ આપી પૌત્રની ફરજ નિભાવી, મુંડન કરાવી કેન્સરગ્રસ્ત દર્દીઓને વાળ દાનમાં આપ્યા

By

Published : Nov 16, 2021, 12:35 PM IST

  • છોકરા કરતા છોકરીઓ સવાઈ હોય કહેવતને માનસી મહેરિયાએ સાર્થક કરી
  • દાદાનું નિધન થતા પૌત્રીએ સમાજ વિરુદ્ધ જઈને મુંડન કરાવ્યું અને સ્મશાનમાં પણ ગઈ
  • પોતાના વાળ કેન્સરગ્રસ્ત લોકોને ડોનેટ કર્યા

અમદાવાદઃ શહેરના વટવા વિસ્તારમાં (Vatva Area) રહેતી એક બાળકીએ પૌત્રની કમી પૂરી કરી છે. જી હાં. કારણ કે, વટવામાં (Vatva Area) રહેતા મહેરિયા પરિવારની (Maheriya Family) બાળકીએ તેના દાદાનું મૃત્યુ થતા તેમને કાંધ આપીને પૌત્રની ફરજ નિભાવી હતી. એટલું જ નહીં આ પૌત્રીએ તેના દાદાના નિધન પછી મુંડન પણ કરાવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી આ બાળકીને કેન્સરગ્રસ્ત લોકોને તેના માથાના વાળ ડોનેટ કરવા હતા. ત્યારે તેના દાદાનું નિધન થતા બાળકીએ પોતાના વાળ ડોનેટ કર્યા છે.

છોકરા કરતા છોકરીઓ સવાઈ હોય કહેવતને માનસી મહેરિયાએ સાર્થક કરી

આ પણ વાંચો-બનાસકાંઠાના પ્રજ્ઞાચક્ષુ યુવકે આત્મનિર્ભરતાનું આપ્યું ઉદાહરણ, રંગબેરંગી ખાટલા ભરી ચલાવે છે પરિવારનું ગુજરાન

બાળકીએ દાદાને અગ્નિદાહ આપવા સ્મશાને ગઈ

આ અંગે મહેરિયા પરિવારમાં (Maheriya Family)વૃદ્ધ દાદાને એક જ પ્રશ્ન સતાવતો હતો કે, તેમના મૃત્યુ બાદ તેમને સ્મશાન કોણ લઈ જશે, પરંતુ આ પ્રશ્નનું નિવારણ તેમના પૌત્ર સમાન પૌત્રીએ પૂરી કરી હતી. કહેવત છે કે, છોકરી પણ છોકરાથી સવાઈ હોય છે. તે કહેવત આજે સાર્થક થઈ છે. ત્યારે માનસી મહેરિયાએ (Mansi Maheriya) પોતાના સમાજ વિરુદ્ધ જઈને પણ વૃદ્ધ દાદાને અગ્નિદાહ આપવા સ્મશાન સુધી ગઈ હતી. ત્યારબાદ તેને મુંડન પણ કરાવ્યું હતું.

દાદાનું નિધન થતા પૌત્રીએ સમાજ વિરુદ્ધ જઈને મુંડન કરાવ્યું અને સ્મશાનમાં પણ ગઈ

આ પણ વાંચો-ભાઇએ આપી બહેનને અનોખી ભેટ, રક્ષાબંધન પહેલા જ ભાઈ બહેનના અનોખા પ્રેમનું જીવંત ઉદાહરણ

સમાજે બાળકીની કરી હતી ટીકા

આ અંગે માનસી મહેરિયાએ (Mansi Maheriya) જણાવ્યું હતું કે, જ્યારે મેં આવું કર્યું ત્યારે સમાજના લોકો મને કહેતા કે આ છોકરી નાટક કરે છે. જ્યારે મુંડન કરાવ્યું ત્યારે આસપાસના લોકો તેને ટોણા પણ મારતા હતા, પરંતુ હિંમત રાખી તેણે તેના દાદાનું સ્વપ્ન પૂરું કર્યું હતું. ત્યારે માનસીએ લોકો શું કહેશે તેની કોઈ જ ચિંતા કરી નહતી. ત્યારે લોકો સોશિયલ મીડિયાનો દૂરુપયોગ વધારે કરતા હોય છે, પરંતુ તેનો સદુપયોગ જોવા મળ્યો હતો, જેમાં માનસીએ પોતાનું મુંડન કરાવીને પોતાના માથાના વાળ કેન્સરગ્રસ્ત લોકોને (People with cancer) ડોનેટ કર્યા હતા. ત્યારે આ વિચાર માનસીને સોશિયલ મીડિયા (Social Media) થકી મળ્યો હતો. આ સાથે જ માનસી મહેરિયાએ (Mansi Maheriya) સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારે હવે મહિલાઓ કોઈ પણ જગ્યાએ પાછી પડે તેમ નથી. ત્યારે હવે છોકરીઓ છોકરાના સમાન થઈ ગઈ છે તેવું સાબિત કરી બતાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details