અમદાવાદ: સાંતેજ વિસ્તારમાં મોડી રાત્રે એક કેમિકલફેક્ટરીમાં આગ (A fire a chemical factory) લાગી હતી. જેમાં ફાયરની 18 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. વહેલી સવારે આગ ઉપર કાબૂ મેળવી શકાયો છે.
Fire In Ahmedabad : સાંતેજ વિસ્તારમાં લાગી ભયાનક આગ, 18 જેટલી ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે આ પણ વાંચો:સુરતમાં માસ્ક બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગતા 2ના મોત, ફેક્ટરીના માલિક સામે નોંધાયો ગુન્હો
ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આગ
અમદાવાદનો (Fire In Ahmedabad) સાંતેજ વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ એરીયા તરીકે જાણીતો છે. રિંગ રોડને અડીને આવેલા આ વિસ્તારમાં મશીનો ઉપરાંત કેમિકલ ફેક્ટરી આવેલી છે. શનિવારની મોડી રાત્રે 01:20 વાગ્યાની આસપાસ એક કેમિકલ ફેક્ટરીમાં આગ (A fire a chemical factory) લાગ્યાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો. આ આગની ગંભીરતા સમજતા ફાયરની 18 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા પ્રયત્નો ચાલુ કર્યા હતો. આ બાદ, વહેલી સવારે 4 વાગે આગ કાબુમાં લાવવામાં આવી હતી. આમ, લગભગ અઢીથી ત્રણ કલાક જેટલો સમય આગને કાબુમાં લેવામાં ગયો હતો.
આ પણ વાંચો:સુરતમાં પ્લાસ્ટિકના ફોઈલસ બનાવની ફેક્ટરીના ગોડાઉનમાં લાગી આગ
હાઈ સ્પીડ પમ્પનો ઉપયોગ
અમદાવાદ ફાયર વિભાગે વહેલી સવારે આગ પર કાબુ મેળવી લીધો હતો. છેલ્લી માહિતી મુજબ ઘટનાસ્થળે ફાયર વિભાગની ચાર ગાડીઓ કાર્યરત છે. હાઈ સ્પીડ રિમોટ ઓપરેટિંગ પંપ દ્વારા આગ ઉપર સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.