અમદાવાદઃ અનલોક-1માં સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવતા સોમવારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની બજારો ફરીથી શરૂ થઇ છે. લોકડાઉનના 70 દિવસ બાદ સોમવારથી તમામ માર્કેટ શરૂ થતાં વેપારીઓએ પોતાની દુકાનો ખોલી છે.
અમદાવાદ રિલીફ રોડ પર લોકોની ભીડ જોવા મળી - અમદાવાદમાં કોરોના
કોરોના વાઈરસના કહેર વચ્ચે ગત કેટલાય સમયથી બંધ રિલીફ રોડના બજારો ફરીથી ધમધમવા લાગ્યા છે. પરંતુ સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડ લાઈનનું યોગ્ય રીતે પાલન થતું જોવા મળ્યું નથી. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો.
અમદાવાદ રિલીફ રોડ પર લોકોની ભીડ જોવા મળી
અમદાવાદના કાલુપુરમાં આવેલા કાપડના વેપારી સવારથી દુકાન પર પહોંચ્યા હતા. શહેરના મુખ્ય બજારો શરૂ થતા લોકો ઘરની બહાર નિકળ્યા હતા. ઘણા સમયથી સૂમસામ રહેલા રસ્તા પર લોકો જોવા મળ્યા હતા.
અમદાવાદમાં હવે માર્કેટો શરૂ થઇ છે. જેથી અમદાવાદનો રિલીફ રોડ ફરી ધમધમતો થયો છે. જેમાં કાપડ, મોબાઈલ અને ઈલેકટ્રોનિક દુકાનો શરૂ થઇ ગઇ છે.