- કૃષ્ણનગરમાં પોલીસની દાદાગીરી સામે આવી
- અગાઉ કરેલી ફરિયાદને લઈને પોલીસકર્મીએ સિનિયર સિટીઝન પર હુમલો કર્યો
- મિત્ર ભાર્ગવ પટેલે સોસાયટીની ઓફીસમાં પ્રવેશ કરીને ધમકી આપતા ફરિયાદ નોંધાઈ
અમદાવાદ: કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી મહાસુખનગર સોસાયટીમાં પોલીસ કર્મચારી અને તેના મિત્રો રીતસરની દાદાગીરી કરતા નજરે પડ્યા હતા. એટલું જ નહી એક સિનિયર સીટીઝન એક્ટિવા પર ઘરે પરત ફરતા તેમને અટકાવીને હુમલો કર્યો હતો. ત્યારે ઘટનાની વાત કરીએ તો કૃષ્ણનગર મહાસુખનગરમાં રહેતા 63 વર્ષીય કનકભાઈ શાહે અગાઉ પોલીસ કર્મચારી ભાવેશ રાવલ અને તેના મિત્ર ભાર્ગવ પટેલે સોસાયટીની ઓફીસમાં પ્રવેશ કરીને ધમકી આપતા ફરિયાદ નોંધાઈ હતી.
આ પણ વાંચો- રાજકોટમાંથી કાર ચોરી કરનારા આરોપી ઝડપાતા રાજસ્થાનના 2 પોલીસકર્મીની હત્યાનો ભેદ ઉકેલાયો
આરોપી ભાવેશ રાવલ ગાંધીનગરમાં CID ક્રાઇમના સીઆઈ સેલમાં ફરજ બજાવે છે
આ ફરિયાદની અદાવત રાખીને ભાવેશ રાવલ, ભાર્ગવ પટેલ અને તેના મિત્રો તેમજ પરિવાજનોએ લાકડા અને પાઇપોથી કનકભાઈ પર હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. હાલ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે આરોપી ભાવેશ રાવલ ગાંધીનગરમાં CID ક્રાઇમના સીઆઈ સેલમાં ફરજ બજાવે છે અને છેલ્લા 10 વર્ષથી મહાસુખનગર સોસાયટીમાં રહે છે.