- સાબરમતી વિસ્તારનો પ્રેમ પ્રકરણ મામલો
- યુવતી અને યુવતીના પિતાની સાબરમતી પોલીસે કરી ધરપકડ
- દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી
અમદાવાદ:સાબરમતી વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં યુવકે યુવતીના ઘરે જ આત્મહત્યા કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેના પગલે પોલીસે યુવતી અને તેના પિતા વિરુદ્ધ અપહરણની ફરિયાદ દાખલ કરી છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા એક યુવકે પ્રેમ પ્રકરણમાં પોતાનું જીવન ટૂંકાવ્યું છે. 18 વર્ષીય સિલ્વાકુમાર નામનો યુવક દિગ્વિજય સીમન ફેક્ટરી પાસે પ્રેમિકાના ઘરે મળવા માટે પહોંચ્યો હતો. તે દરમિયાન યુવકે યુવતી સાથે લગ્ન કરવાની વાત કરતા અંગે પરિવારજનો દ્વારા સંબંધ મંજૂર નહીં કરવાના કારણે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે પોતાની પ્રેમિકાને પરણવા થયેલી તકરારમાં સમગ્ર મામલો વણસ્યો હતો.
આ પણ વાંચો:અમદાવાદ: આધેડ વયની મહિલાના પ્રેમમાં અંધ બનેલા યુવકે કરી માતાની હત્યા
યુવતીના ઘર નજીક જ કરી આત્મહત્યા
આ સમગ્ર મામલે યુવક દ્વારા યુવતીના પરિવારને ધમકી આપવામાં આવી હતી કે, જો તમે તમારી દીકરીના લગ્ન મારી સાથે નહીં કરાવો તો હું આત્મહત્યા કરી લઈશ. જેના પગલે યુવતીના પરિવાર દ્વારા આત્મહત્યાની દુષ્પ્રેરણા આપતા કહ્યું કે, તારામાં તાકાત હોય તો આત્મહત્યા કરી બતાવ. તું માત્ર વાતો કરે છે, કંઇ કરીશ નહીં. આવું કહેતા યુવકને લાગી આવ્યું હતું અને ત્યાર બાદ યુવકને આ મુદ્દે માઠું લાગતા તેણે યુવતીના ઘર નજીક જ આત્મહત્યા કરી લીધી હતી.