- નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ રાજકોટમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરશે
- નવસારી ખાતે યોજાનારા કાર્યક્રમમાં સી. આર. પાટીલ ઉપસ્થિત રહેશે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાતના મહેમાન બનશે
અમદાવાદ: 12 માર્ચના રોજ ઐતિહાસિક દાંડી યાત્રાના 91 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે અને દેશમાં આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાતના મહેમાન બનશે અને અમદાવાદના સાબરમતી આશ્રમ પાસેથી ઐતિહાસિક દાંડી યાત્રાના 91 વર્ષ પૂર્ણ થવા બદલ ફરીથી દાંડીયાત્રાના પદયાત્રીઓને પ્રસ્થાન કરાવશે. સાથે સાથે સમગ્ર દેશમાં આગામી 75 અઠવાડિયા દરમિયાન 75 કાર્યક્રમો યોજાશે.
12 માર્ચના રોજરાજ્યના વિવિધ સ્થળો પર કાર્યક્રમ યોજાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચના રોજ દાંડીયાત્રા વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ આપશે અને રાષ્ટ્રના વિકાસ માટે શતાબ્દી સંકલ્પ પણ લેવડાવશે. આગામી એક વર્ષ દરમિયાન દેશના અલગ-અલગ સ્થળ પર વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં 'એક ભારત, શ્રેષ્ઠ ભારત', 'આત્મનિર્ભર ભારત', 'વિચાર', 'સિદ્ધિઓ અને ઉકેલ', 'ભારતનો સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસો', 'સ્વતંત્ર સેનાનીઓ', 'આઝાદી 2.0' જેવી અલગ-અલગ થીમ પર કાર્યક્રમો યોજવામાં આવશે. જેને લઇને મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં એક સમિતિની પણ રચના કરવામાં આવી છે. આ કમિટી વિવિધ કાર્યક્રમો નક્કી કરશે અને રાજ્યના વિવિધ સ્થળો પર કાર્યક્રમનું આયોજન કરશે.
આપણ વાંચોઃવડાપ્રધાન નરેન્દ્ર મોદી 'અમૃત મહોત્સવ'ની ઉજવણી માટે લેશે અમદાવાદની મુલાકાત
કયા કયા સ્થળ પર કાર્યક્રમ યોજાશે:
- અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં મુખ્ય કાર્યક્રમ યોજાશે, કોચરબ આશ્રમ, ગુજરાત વિદ્યાપીઠ, જેમાં મહેસુલ પ્રધાન કૌશિક પટેલ, ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા, સાંસદ હસમુખ પટેલ જોડાશે.
- ગુજરાત કોલેજ ખાતે સાંસદ કિરીટ સોલંકી, ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ
- ધંધુકા ખાતે પ્રધાન જયેશ રાદડીયા
- ધોલેરા ખાતે મહિલા આયોગના અધ્યક્ષ લીલા અંકોલિયા