ગુજરાત

gujarat

90 નૌસેનાના સભ્યો ધનવંતરી હોસ્પિટલમાં જોડાયા હોવા છતાં સ્ટાફની અછત સર્જાઇ

By

Published : May 7, 2021, 4:19 PM IST

રાજયમાં કોરોનાના વધતા જતા સંક્રમણની સાથે સાથે મેડિકલ સ્ટાફની પણ અછત સર્જાઇ રહી છે. ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં 950 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. સ્ટાફના અભાવે માત્ર 600 બેડ જ શરૂ કરવામાં આવ્યા છે. સ્ટાફના અભાવને કારણે વધુ 90 નૌસેનાના સભ્યોની ટીમ પણ ફાળવવામાં આવી છે. આજે શુક્રાવારે તંત્ર દ્વારા હોસ્પિટલમાં 20 બેડ જ ખાલી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

90 નૌસેનાના સભ્યો ધનવંતરી હોસ્પિટલમાં જોડાયા હોવા છતાં સ્ટાફની અછત સર્જાઇ
90 નૌસેનાના સભ્યો ધનવંતરી હોસ્પિટલમાં જોડાયા હોવા છતાં સ્ટાફની અછત સર્જાઇ

  • ક્યારે મેડિક્લ સ્ટાફની અછત થશે પૂર્ણ
  • આજે શુક્રવારે માત્ર 20 બેડ જ હોસ્પિટલમાં ખાલી
  • 90 નૌસેનાના સભ્યોની ટીમ પણ દર્દીઓની સેવામાં જોડાયા

અમદાવાદઃરાજયમાં સૌથી વધારે સંક્રમણ અમદાવાદ શહેરમાં ફેલાયેલું છે ત્યારે ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં માત્ર હાલ 600 બેડ જ શરૂ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફની અછતના કારણે દર્દીઓને ઓછા દાખલ કરવામાં આવે છે. ગુરુવારે 90 નૌસેનાના સભ્યોની ટીમ અમદાવાદ આવી પહોંચી હતી અને સારવારમાં જોડાઇ હતી.

90 નૌસેનાના સભ્યો ધનવંતરી હોસ્પિટલમાં જોડાયા હોવા છતાં સ્ટાફની અછત સર્જાઇ

આ પણ વાંચોઃ ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં માત્ર 25 બેડ જ ખાલી

ગુરૂવારે 90 નૌસેનાના સભ્યોની ટીમ જોડાઇ

ગુરૂવારે 90 નૌસેનાના સભ્યોની ટીમ જોડાવવા છતાં શુક્રવારે તંત્ર દ્વારા માત્ર હોસ્પિટલમાં 20 બેડ જ ખાલી હોવાનુ જણાવવામાં આવ્યું હતું. ICUના એક પણ બેડ ખાલી ન હોવાનું જણાવવામાં આવ્યુ હતું. દર્દીઓ પણ હોસ્પિટલની બહારના ભાગમાં ઓછા દેખાયા હતા. રાજયમાં કોરોનાના કેસમાં ધીમે ધીમે ઘટાડો નોંધાઇ રહ્યો છે. જેને લઇને હવે હોસ્પિટલની બહારના ભાગમાં પણ ઓછા દર્દીઓ દેખાઇ રહ્યા છે. ધનવંતરી કોવિડ હોસ્પિટલના બહારના ભાગમાં પહેલા મોટી સંખ્યામાં દર્દીઓ અને એમ્બ્યુલન્સની લાઇન જોવા મળતી નથી. હાલમાં ઓછા લોકોની લાઇન જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં ઘટ્યો સ્ટાફ, નૌસેનાના વધુ 90 સભ્યની ટીમ પણ જોડાઇ

ABOUT THE AUTHOR

...view details