ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં નિર્દેશોનું પાલન ન કરવા બદલ 8 હોસ્પિટલ સીલ

અમદાવાદના પશ્ચિમ ઝોનમાં આવેલી- 8 હોસ્પિટલની એડમીન ઓફિસને હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા તમામ નિર્દેશોનું પાલન નહીં કરતા અને NOC પ્રમાણપત્ર ન લીધા હોવાના કારણે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા રવિવારે સીલ કરી દેવામાં આવી છે.

gujarat news
gujarat news

By

Published : Mar 8, 2021, 10:57 PM IST

  • એસ્ટેટ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી
  • હાઇકોર્ટના નિર્દેશોનું પાલન નહીં થતા 8 હોસ્પિટલો સીલ
  • બાંધકામ કરાવી પ્રમાણપત્ર ન મેળવ્યા હોવાના કારણે સીલ કરાઇ હોસ્પિટલ
    હોસ્પિટલ સીલ

અમદાવાદ: કોર્પોરેશનના ડેપ્યુટી ચીફ ઓફિસરના જણાવ્યા પ્રમાણે ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં હાઇકોર્ટ દ્વારા જે રીતે હોસ્પિટલના બાંધકામ વપરાશની પરવાનગી અને બાંધકામ કર્યા બાદ નિયમિત કરાવી જરૂરી એનઓસી મેળવવાની રહેતી હોય છે, પરંતુ NOC નહીં કરાવી પ્રમાણપત્ર મેળવ્યા વગર ચાલી રહેલી હોસ્પિટલની ઓફિસો સીલ કરવાની કાર્યવાહી પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી.

હોસ્પિટલ સીલ

કઈ કઈ હોસ્પિટલની ઓફિસ કરાઈ સીલ ?

  • પુષ્પમ ડિકેબીન
  • સંવેદના મલ્ટીસ્પેશ્યાલીટી રાણીપ
  • પરિમલ સાબરમતી
  • દેવ હોસ્લિટલ વાસણા
  • આશિષ ચિલ્ડ્રન પાલડી
  • મયુર શાહ પાલડી
  • જગમોહન નવરંગપુરા
  • જીવનદીપ નવાવાડજ

આ પણ વાંચો :વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ડો. હિરલ ચતુર્વેદીએ મહિલાઓને આપી પ્રેરણા

ABOUT THE AUTHOR

...view details