- કરફ્યુ ભંગ કરનાર સામે પોલીસની કાર્યવાહી
- 712 ગુના નોંધી 780ની ધરપકડ કરી
- હજુ રાત્રિ કરફ્યુ યથાવત
- 3 દિવસમાં કરફ્યુ ભંગના 712 ગુના નોંધાયા
અમદાવાદઃ શહેરમાં કોરોના સંક્રમણ વધતા અમદાવાદમાં 2 દિવસ સંપૂર્ણ કરફ્યુ આપવામાં આવ્યું હતું અને રાત્રિ દરમિયાન પણ કરફ્યુ રાખવામાં આવ્યું છે. ત્યારે કારણ સિવાય બહાર નિકળીને કરફ્યૂનો ભંગ કરનાર સામે પોલીસે કડક હાથે કાર્યવાહી કરી છે અને 780 લોકોની ધરપકડ કરી છે.
અમદાવાદમાં કરફ્યુ ભંગ કરનાર સામે 20થી 22 નવેમ્બર સુધીમાં 712 જેટલા ગુના નોધીને 780 આરોપીઓની ધરપકડ કરી હતી. પ્રથમ દિવસે માત્ર રાત્રિ કરફ્યુ હોવાથી માત્ર 82 કેસ જ નોધાયા હતા. તે બાદ કેસ વધુ નોધાયા હતા.
અમદાવાદ કરફ્યૂ: 3 દિવસમાં કરફ્યૂનો ભંગ કરનાર 780 લોકોની ધરપકડ 20 નવેમ્બર - 77 કેસમાં 82 ધરપકડ
21 નવેમ્બર - 342 કેસમાં 375 ધરપકડ
22 નવેમ્બર - 293 કેસ. 323 ધરપકડ
રાત્રિ કરફ્યુ 7 ડિસેમ્બર સુધી યથાવત રહેશે
અમદાવાદમાં 2 દિવસનું સંપૂર્ણ કરફ્યુ હતું તે પૂર્ણ થયું ત્યારે હવે રાત્રિ કરફ્યુ તો અમદાવાદમાં યથાવત જ રહેશે અને રાતે બિનજરૂરી બહાર નીકળતા સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
- અમદાવાદ શહેરના કરફ્યૂના અન્ય સમાચાર
કરફ્યૂ મુક્તિ બાદ અમદાવાદવાસીઓ એમનાએમ બેદરકાર
અમદાવાદ શહેરમાં કોરોના વાયરસને કારણે બે દિવસીય કરફ્યૂ આપવામાં આવ્યો હતો. કારણ કે, લોકડાઉન ખુલ્યાં બાદ મોટાભાગના તહેવારો ઉપર સરકારે પ્રતિબંધ મૂકયો હતો. પરંતુ દિવાળીના તહેવારમાં સરકારે કોરોનાનું સંક્રમણ અટકાવવા કોઇપણ એકશન લીધા ન હતાં.
અમદાવાદ કરફ્યૂ: 3 દિવસમાં કરફ્યૂનો ભંગ કરનાર 780 લોકોની ધરપકડ આજથી અમદાવાદમાં કરફયુ પૂર્ણ, જુઓ BRTSમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન
અમદાવાદમાં આજથી કરફ્યુ પૂર્ણ થયો છે. જનજીવન ફરી ધબકતું થયું છે. લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધુ કરતાં હોય છે. પરંતુ હાલની પરિસ્થિતિ પ્રમાણે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પ્રવાસ કરતા ડરી રહ્યાં છે અને ખૂબ જ ઓછા પ્રમાણમાં લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પ્રવાસ કરી રહ્યાં છે.
અમદાવાદ: ચોખા બજાર અને શાક માર્કેટ ફરીથી શરૂ થયાં, લોકોની ખૂબ ઓછી ભીડ જોવા મળી
2 દિવસના કરફ્યુ બાદ અમદાવાદ ફરીથી શરૂ થયું છે, રાબેતા મુજબ શહેરના બજારો ખોલવામાં આવ્યાં છે ત્યારે બજારો ખુલતાં લોકોની ભીડ પણ ખૂબ ઓછી જોવા મળી છે. પોલીસ પણ તમામ.બજારોની બહાર નિયમોનું પાલન કરાવતી જોવા મળી છે.
અમદાવાદમાં શાંતિથી પસાર થયો કરફ્યૂનો સમય, પણ કોરોનાના કેસોમાં વધારો
કોરોનાનું સંક્રમણ અમદાવાદ શહેરમાં વધતાની સાથે જ શુક્રવારની રાત્રીથી કરફ્યૂ જાહેર કરી દેવામાં આવ્યો હતો. કોરોના કાળમાં લોકડાઉન અને કરફ્યૂથી ટેવાયેલા નગરજનોએ શનિવાર અને રવિવાર દરમિયાન સંયમ જાળવ્યો હતો. કરફ્યૂમાં તંત્ર દ્વારા દૂધ, દવાઓ અને આવશ્યક સેવાઓની છુટછાટો આપતા લોકોને સરળતા રહી હતી. તંત્ર પણ સંચારબંધીમાં સંવેદનશીલ રહ્યું હતું.
અમદાવાદ : 2 દિવસના કરફ્યૂ દરમિયાન પોલીસે કેવી કરી કાર્યવાહી
અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા 2 દિવસનું લોકડાઉન આપવા આવ્યું હતું. જેનો રવિવારના રોજ બીજો દિવસ છે. ત્યારે 2 દિવસમાં અમદાવાદ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.