અમદાવાદ સમગ્ર દેશ જ્યારે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે (76th Independence Day) 76માં સ્વાતંત્ર્ય પર્વની રંગારંગ અને ભવ્યાતિ ભવ્ય ઉજવણીની તૈયારી કરી રહ્યો હતો. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ બ્રેઇનડેડ અમિત શાહના પરિવારજનો દ્વારા અંગદાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. બાપુનગર વિસ્તારમાં રહેતા 38 વર્ષીય અમિત શાહ ઉંચાઈ પરથી પડી જતાં સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં 76માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ તેઓને તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. જેને લઈને તબીબો અંગોના દાન માટે રીટ્રીવર સેન્ટરમાં લઇ ગયા અને અંદાજીત 7થી 10 કલાકની મહેનતના અંતે હ્રદય અને બે કિડનીનું દાન મેળવવામાં સફળતા મળી હતી.
જીવિત વ્યક્તિ શું દાન કરી શકે ઉલ્લેખનીય છે કે, બ્રેઇનડેડ વ્યક્તિના શરીરમાંથી અન્ય અંગોની સાપેક્ષે હૃદય, ફેફસા, નાનું આંતરડુ જેવા અંગોનું દાન મળવું તબીબી જગતમાં અતિ મહત્વનું માનવામાં આવે છે. કારણે કે અંગદાનમાં મળતા 9 અંગોમાંથી કિડની, લીવર જીવિત વ્યક્તિ (Organ Donation in Ahmedabad) પણ દાન કરી શકે છે, પરંતુ હૃદય, ફેફસા જેવા અંગો બ્રેઇનડેડ થયા બાદ જ દાન કરવા શક્ય બને છે. તેમાં પણ ખાસ કરીને હ્રદયને અન્ય અંગોની સાપેક્ષે અતિ મહત્વનું માનવામાં આવે છે. જેને ગણતરીના 4થી 5 કલાકમાં જ રીટ્રાઇવ કર્યા બાદ અન્ય દર્દીમાં પ્રત્યારોપણ કરવાની તાતી જરૂરિયાત ઉભી થતી હોય છે.
આ પણ વાંચોવિશ્વ અંગદાન દિવસે ચર્ચાયા ઘણા રસપ્રદ ફેક્ટસ જેનાથી અજાણ હશો તમે